<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સર્વેશ્વર ચોકમાં બેન્‍ડની સુરાવલીઓ સાથે દુંદાળા દેવની પધરામણી : ગણેશ મહોત્‍સવનો પ્રારંભ

રાજકોટ : આજથી ડો. યાજ્ઞિક રોડનો સર્વેશ્વર ચોક ગણેશજીમય બની જશે. સવારે બેન્‍ડની સુરાવલીઓ સાથે દુંદાળા દેવની મુર્તિના વાજતે ગાજતે સામૈયા કરાયા હતા. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ખાસ જોધપુર મારબલ ગોલ્‍ડન ઇફેકટ આધારીત ગણેશ પંડાલ ઉભો કરાયો છે. ગોલ્‍ડન મીરર થીમ પર સુશોભન અને ખોડલધામ ઇવેન્‍ટ ઉભી કરાઇ છે. તા. ૧૭ સુધી આયોજીત આ ગણેશ મહોત્‍સવના આજે પ્રથમ દિવસે રાત્રે ૯ વાગ્‍યે સત્‍યનારાયણની કથા રાખવામાં આવી છે. સવારે ગણપતિબાપાના જય જયકાર સાથે સ્‍થાપન કરાયુ તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:04 PM IST)