<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સિવિલ હોસ્‍પિટલમાં વૃધ્‍ધાને વોર્ડમાંથી સ્‍ટ્રેચરમાં નાંખી પોસ્‍ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દેવાયાની ઘટનામાં તપાસ સમિતી રચાઇ

પાંચમીએ રાતે દાખલ કરાયેલા વૃધ્‍ધાની સંભાળ લેવા છઠ્ઠીએ હેલ્‍પ ડેસ્‍કની ટીમ પહોંચી ત્‍યારે તે ગાયબ હતાં: શોધખોળ થતાં પીએમ રૂમ પાસે મળી આવ્‍યાઃ તબિબી અધિક્ષકે ઘટનાને ગંભીર ગણાવી : હાથમાં સડાની સારવાર માટે દાખલ થયા હતાં: જવાદબાર સામે કડક કાર્યવાહીના નિર્દેશઃ એક તબિબ સામે શંકા

રાજકોટ તા. ૭: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. પાંચમી સપ્‍ટેમ્‍બરની રાતે વર્ષાબેન ભાસ્‍કર નામના હાથમાં સડાની સારવાર માટે ડાલીબાઇ છાત્રાલય સામેના આરએમસી ક્‍વાર્ટર ખાતેથી સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવતાં તેમને સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયા હતાં. દર્દી સાથે કોઇ ન હોઇ હેલ્‍પ ડેસ્‍કની ટીમ દ્વારા રાતે દસ પહેલા દાખલ કરાયા હતાં. પરંતુ સવારે હેલ્‍પ ડેસ્‍કની ટીમ વોર્ડમાં આ દર્દીની સંભાળ લેવા પહોંચી ત્‍યારે આヘર્ય વચ્‍ચે આ વૃધ્‍ધા ગાયબ હતાં. હેલ્‍પ ડેસ્‍કની ટીમે તપાસ કરતાં તેમને નર્સિંગ સ્‍ટાફ દ્વારા જાણ થઇ હતી કે એક અજાણ્‍યા વૃધ્‍ધા પોસ્‍ટ મોર્ટમ રૂમ પાસે સ્‍ટ્રેચરમાં સુતેલા છે. આથી ટીમ ત્‍યાં પહોંચતા આ વૃધ્‍ધા આગલી રાતે દાખલ કરાયેલા વર્ષાબેન ભાસ્‍કર હોવાનું જણાતા તેમને ફરીથી વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી હતી. વૃધ્‍ધાને સર્જીકલ વોર્ડમાંથી પોસ્‍ટમોર્ટમ રૂમ સુધી સ્‍ટ્રેચરમાં નાંખીને કોણ મુકી ગયું? આ ઘટનાને ગંભીર ગણી તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા દ્વારા તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. જે કોઇ આમાં જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. બીજી તરફ આ સ્‍ટ્રેચરને ધક્કા મારી એક ડોક્‍ટર જતાં હોવાનું સીસીટીવીમાં દેખાયાનું કહેવાય છે. આ મામલે તપાસ શરૂ થઇ છે. હોસ્‍પિટલમાં આવતાં દર્દીઓ ડોક્‍ટર અને નર્સિંગ સ્‍ટાફને ભગવાન સમાન ગણતાં હોય છે. પરંતુ દર્દીઓ સાથે આવુ વર્તન થાય તે માનવતાની હત્‍યા સમાન ગણી શકાય. આ બનાવે ભારે ચકચાર જગાવી દીધી છે. તસ્‍વીરમાં જે વૃધ્‍ધાને સ્‍ટ્રેચરમાં નાખી વોર્ડમાંથી પોસ્‍ટ મોર્ટમ રૂમ પાસે મુકી દેવાયા હતાં તેમને ફરી સારવારમાં દાખલ કરાયા હતાં તે જોઇ શકાય છે.

(3:07 PM IST)