News of Saturday, 7th September 2024
ગણપતિ બાપા મોરીયા... સિધ્ધિ વિનાયક ધામ ખાતે દાદાનું સ્થાપનઃ કાલે રાજભા ગઢવીનો લોકડાયરો

રાજકોટઃ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. મેયર બંગલેથી ગણપતિ મહારાજની વાજતે-ગાજતે વર્ણાંગી નીકળી હતી. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના હસ્તે સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ બાપાનું સ્થાપન-પૂજન-અર્ચન કરવામાં આવેલ. આ તકે મુકેશ દોશી, મુખ્ય માર્ગદર્શક મુખ્ય માર્ગદર્શક સાંસદ પરશોતમભાઈ રૂપાપરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા,ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા,મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ રમેશભાઈ રૂપાપરા,કમલેશ મીરાણી, વિક્રમભાઈ પુજારા-ચેરમેન, શિક્ષણ સમિતિ, નરેન્દ્રસિંહ જાડેજા,-ડે.મેયર, જયમીનભાઈ ઠાકર- સ્ટે.ચેરમેન, લીલુબેન જાદવ- શાસકપક્ષ નેતા, મનીષ રાડીયા- શાસકપક્ષ દંડક, પુષ્કરભાઈ પટેલ-પૂર્વ સ્ટે.ચેરમેન, અશ્વિનભાઈ પાંભર-કોર્પોરેટર ,કેતનભાઈ પટેલ-કોર્પોરેટર, જીતુભાઈ કોઠારી-પૂર્વ મહામંત્રી શહેર ભાજપ, કિશોરભાઈ રાઠોડ-પૂર્વ મહામંત્રી રાજકોટ શહેર ભાજપ, નરેન્દ્રસિંહ ઠાકુર -પૂર્વ મહામંત્રી શહેર ભાજપ, મયુરભાઈ શાહ-કોષાઘ્યક્ષ વિ.એ. આરતીનો લાભ લીધો હતો. ગણપતિ મંગલ મહોત્સવમાં રાજભા ગઢવી-સાથી કલાકારો દ્વારા લોકડાયરાનો કાર્યક્રમ આવતીકાલે રાત્રે ૯ કલાકે યોજાએલ છે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:08 PM IST)










