<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

આંતરરાષ્‍ટ્રીય લેવલે ૪૫૦ થી વધુ શો થયેલા મોૈલિક ગુજરાતી નાટક ધ વેઇટિંગ રૂમ્‍સને રાજકોટનો સુંદર પ્રતિસાદ

રાજકોટઃ ઉત્તમ કલા વાંચ્‍છુ રાજકોટવાસીઓ સુંદર કલા ના કોઈ પણ સ્‍વરૂપ ને દિલ થી આવકારે છે. જેની સાબિતી કૈક જુદા પ્રકારના, બોલ્‍ડ વિષય ધરાવતા નાટકોને પણ આપ સહુ એ આપેલો બહોળો અને ભાવભર્યો પ્રતિસાદ છે. વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ એ લાવેલું  નાટક - આજ જાને કી ઝિદ ના કરો માં લોકલ ટ્રેનના ડબ્‍બા ઉભા કરાયા હતા જયારે તેનાથી તદ્દન વિરુદ્ધ તે પછીના નાટક- ‘યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ પાડાની પોળ'માં ૨૦ જેટલા માતબર કલાકારો ની ટીમ સ્‍ટેજ પર અદભુત દ્રશ્‍યો, કોમેડી ડાયલોગ અને કોમેડી ગીતો વડે એવો માહોલ બનાવે છે કે જાણે ખરેખર અમદાવાદ ની એક પોળ માં ઉભા હોઈએ. અલગ અલગ પાત્રોની અલગ અલગ વિશેષતાઓને અને તેમને રજુ કરવાની સાવ જ અનોખી સૌમ્‍ય જોશીની ઢબ, હાસ્‍યની એક અલગ જ અનુભૂતિ કરાવે છે. પ્રતીક ગાંધી અભિનીત સોલો નાટક મોહનનો મસાલો પણ એક અલગ પ્રયોગ હતો તો સત્‍ય ઘટના પર આધારિત, માંડવીની એક ખારવણ પુરુષવેશે દરિયા ખેડી વ્‍યાપાર કરે છે અને જેમાં આપણે હેમુ ગઢવી હોલના સ્‍ટેજ પર એક આખું વહાણ ઉભું કરેલું તે પણ એક નવતર પ્રયોગ હતો. આમ વિદેહીના દરેક નાટકોને રાજકોટની કાલાપ્રેમી જનતાએ બહોળા પ્રતિસાદથી નવાઝી છે. અને આ જ શ્રેણીમાં તેમનું નવું નાટક એટલે મૌલિક ગુજરાતી નાટક ધ વેઇટિંગ રૂમ્‍સ.

 ચારસ્ત્રીઓ, ટ્રેઈન લેઇટ થતાં, એક જ વેઇટિંગ રૂમમાં ભેગી થઇ જાય છે. ચારેય મહિલાઓ સમાજના, સમજણના અને ઉછેરના અલગ અલગ સ્‍તર થી આવે છે. થોડી કોમેડી, થોડી ગેરસમજણો વગેરે પછી ધીમે ધીમે ચારેય પોતાની જીવનની ઘટનાઓ અને વાર્તાઓ એકબીજા સાથે વહેંચે છે. આ ચારેયસ્ત્રીઓ જેટલી એક બીજા થી જુદી છે તેટલી જ તેમની વાર્તાઓ એક બીજા થી જુદી છે. અનેક રંગો અને વિવિધ સ્‍તરો લઇને આવતી આ વાર્તાઓ એક સમયે એક બીજામાં ગૂંથાઈ જાય છે. કેવી રીતે? એ જોવા તો નાટક જોવા આવવું પડે. ! ભામિની ના કોમિક ટાઈમિંગ હોય કે અન્‍ય કલાકારોના ગુસ્‍સા, ડર ને પ્રતિઘાતો હોય - નાટકની એક એક ક્ષણ માણવા જેવી છે - માટે આ નાટક ચુકતા નહિ.

નીતા મુકેશ અંબાણી થિએટરના આમંત્રણથી ગયા મહિને ત્‍યાં ભજવાયેલું આ નાટક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ૪૫૦ થી પણ વધારે શોઝ કરી ચૂકયું છે. નાટક પહેલી દ્રષ્ટિએસ્ત્રી-કેન્‍દ્રી લાગે પણ કોઈ પણ પુરુષ કેસ્ત્રીએ આ નાટક અચૂક જોવા જેવું છે.

પરેશ રાવલ, કપિલ શર્મા ફેઈમ સુનિલ ગ્રોવર અને કિકુ શારદા , મનોજ પાઠક, રાજીવ મેહતા, સરિતા જોશી, ફાલ્‍ગુની પાઠક, રૂપ દિવેટિયા વગેરે જેવા અનેકાનેક સેલેબ્રિટીઝ એ વખાણેલું આ નાટક રાજકોટમાં થવા જઈ રહ્યું હોઈ ત્‍યારે રાજકોટ વાસીઓ સૌરાષ્‍ટ્રવાસીઓએ આ મોકો ચૂકવા જેવો નથી !

નાટકનો એક માત્ર પ્રયોગ તા. ૧૨ સપ્‍ટેમ્‍બર, ગુરુવાર , રાત્રે ૯.૩૦ ક . હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે કોલ અથવા વોટ્‍સએપઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો એપ.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને લિટલ એંજલ ડાયપર આયોજિત ધ વેઇટિંગ રૂમ્‍સ નાટકના આધારસ્‍તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે નીલમ ચા, Who Am I (A life school for students), પ્રભુ તોહ બાય પ્રભુ ગ્રુપ , આટોમાઇઝ મસાલા, ટ્રાવેલ પાર્ટનર hobbo cabs અને hospitality partner ફિનિક્‍સ રિસોર્ટ છે....(

(3:09 PM IST)