<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

ઓશો વાટીકામાં ૧૯ મીથી ત્રણ દિવસ ‘સૂફી ધ પાથ ઓફ લવ' ઓશો સાધના શિબિર

શિબિરના સંચાલક સ્‍વામી જ્ઞાન નિરૂપમ

રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર કુદરતી વાતાવરણમાં સાધના સહયોગી મેડીટેશન હોલ તેમજ રહેવા જમવાની આધુનિક સુવિધાઓ સાથે ઓશો વાટીકા રાજકોટ ઓશો ધ્‍યાન શિબિર ‘સૂફી ધ પાથ ઓફ લવ' નું આયોજન તા. ૧૯ સપ્‍ટેમ્‍બરના સાંજે ૬ વાગ્‍યાથી તા. રર ને બપોરે ૩ વાગ્‍યા સુધી યોજાયેલ છે.

આ શિબિરના સંચાલક : સ્‍વામી જ્ઞાન નિરૂપમ જેઓ ઇન્‍ટરનેશનલ સૂફી અને ગુર્જીએ મોમેન્‍ટની માસ્‍ટરી ધરાવે છે. પૂના આશ્રમમાં ઘણા વર્ષો ફેસેલીટર તરીકે રહેલ માલદીવ, જાપાન, કોરીયા અનેક દેશો તેમજ દેશભરમાં ગ્રુપ થેરાપી અને ઓશો શિબિરોનું સંચાલન કરતા રહેલ છે. પ્રેમથી પરમાત્‍માનો અનુભવ લેવા સુફી સાધના શિબિરનો લાભ લેવા નિમંત્રણ અપાયું છે. વિશેષ માહિતી મો. ૯૯૭૮૪ ૮૦૮ર૯.

(3:37 PM IST)