<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

મનપામાં બદલીની મોસમ : વધુ ૧૭ અધિકારીની કામગીરીમાં ફેરફાર

ઇન્‍ચાર્જ આસી. કમિશનર તરીકે દીપેન ડોડીયાની નિમણુંક : ૩ મેનેજર તથા ૧૪ વોર્ડ ઓફિસરોની અરસ પરસ વોર્ડ, વિભાગમાં બદલીનો હુકમ કરતા દેવાંગ દેસાઇ

રાજકોટ, તા. ,૭ : મહાનગરપાલિકામાં કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્‍યા બાદ દેવાંગ દેસાઈએ મોટાભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ કરી નાખી છે. બે દિવસ પહેલા એક સાથે ૫૩ ઈજનેરોની બદલી કર્યા બાદ ગઇકાલે મોડી સાંજે ત્રણ વર્ષથી એક જ સ્‍થળે ફરજ બજાવતા ૧૪ વોર્ડ ઓફિસરોની અરસપરસ બદલી અને આસિ. કમિશનર તેમજ મેનેજર સહિતના ૭ અધિકારીઓ પાસેથી અમુક ખાતાઓ છીનવી નવા વિભાગનો કાર્યભાર સોંપવામાં આવ્‍યો છે.

મ્‍યુ. કમિશનરે કરેલ હુકમમાં જણાવ્‍યું છે  મહાનગરપાલિકાનાં જુદા-જુદા વોર્ડ ખાતે વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સમયાંતરે વોર્ડ બદલી માટે માંગણી કરવામાં આવે છે. જે વિગતે વોર્ડ ઓફિસરને એક જ વોર્ડ ઓફીસ ખાતે ૦૩ વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા વોર્ડ ઓફિસરો પાસેથી વંચાણે-૧ નાં પરિપત્રથી શરતોને આધીન બદલીની માંગણીની અરજી ઓનલાઈન પોર્ટલ માધ્‍યમથી મંગાવવામાં આવેલ જે અન્‍વયે આવેલા ૧૪ વોર્ડ ઓફિસરાઓ/ ઈ.ચા.વોર્ડ ઓફિસરોની કામગીરીમાં જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે.

જેમાં હેમાન્‍દ્રીબા એ. ઝાલાને વોર્ડ નં. ૮, કિંજલ વી. ચોલેરાને વોર્ડ નં.૧,  મૌલિક પી. ગોંધિયા         ને વોર્ડ નં.૫, નિરંજ જે. રાજ્‍યગુરૂને  વોર્ડ નં.૧૭, સુનિશા આર. માણેકને વોર્ડ નં. ૯, નિલમ આઈ. બેલીમ ને વોર્ડ નં.૧૦,  આરતી આર. નિમ્‍બાર્કને વોર્ડ નં.૧૧, રાજેશ વી. ચત્રભુજને વોર્ડ નં.૧૨, ભાવેશ એન. સોનીગરાને વોર્ડ નં.૧૩,  નિકુંજ બી. ડોબરિયાને વોર્ડ નં. ૧૪, કેતન કે. સંચાણીયાને વોર્ડ નં.૩,  મહેશ એમ. મુલિયાણા ને વોર્ડ નં.૪, કિર્તી આર. મેહને વોર્ડ નં. ૬, તથા  દિલીપ કે. ચારેલને વોર્ડ નં.૧૬ સહિતની કામગીરી સોંપવામાં આવી છે.

આસી.કમિશ્નરની કામગીરીમાં ફેરફારઃ ૩ મેનેજરની બદલી

 મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈન્‍ચાર્જ આસિસ્‍ટન્‍ટ કમિશનર તેમજ પીએટુ કમિશનર, મેનેજર સહિતનાઓને અગાઉ ફાળવવામાં આવેલ વિભાગોની જવાબદારી પરત લઈ નવા વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ સાત અધિકારીઓની અરસ-પરસ જવાબદારીઓની બદલીઓ તથા ઇન્‍ચાર્જ આસી. કમિશ્નર તરીકે દિપેન ડોડીયાને હવાલો સોંપવામાં આવ્‍યો છે. જેમાં

એસ.જે. ધડુક - ઈ.ચા. આસિ. કમિશનર તરીકે (૧) વેરા વસુલાત શાખા (સે.ઝો.), (૨) વેરા વસુલાત શાખા (ઈ.ઝો.), (૩) શાળા બોર્ડ (૪) સુરક્ષા વિભાગ તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ ઈ.ચા. ડાયરેક્‍ટર (આઈ.ટી.) તરીકેની કામગીરી

એન.કે. રામાનુજ-ઈ.ચા. આસી. કમિશનર

મેનેજર, કમિશનર વિભાગ, (૨) પી.એ. ટુ. કમિશનર તેમજ (૩) મહેકમ શાખાના ઈ.ચા. આસી. કમિશનર તથા સબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી

બી.એલ.કાથરોટિયા

ઈ.ચા.આસી.કમિશનર તરીકે (૧)૨.૦, સ્‍વચ્‍છ સર્વેક્ષણ, , સફાઈ કામદારને લગત તમામ વહીવટી કામગીરી, (૨)પ્રોજેક્‍ટ શાખા, (૩) દબાણ હટાવ શાખા, (૪)એસ્‍ટેટ શાખા, (૫) શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ, (૬)સામાન્‍ય વહીવટ વિભાગ, (૭) સાંસ્‍કળતિક વિકાસ વિભાગ, (૮)રેસકોર્ષ સંકુલ તથા સંબંધિત નાયબ કમિશનરની સુચના અનુસારની કામગીરી તેમજ આંબેડકર મ્‍યુઝીયમ સંબંધિત કામગીરી, મધ્‍યાહન ભોજન યોજનાનાં ઈ.ચા. નાયબ કલેકટર તથા ચીફ વિજીલન્‍સ ઓફિસર તરીકેની કામગીરી તથા  ડી.એમ. ડોડિયાને  મેનેજર, આવાસ યોજના વિભાગ (વહીવટી) અને ઈ.ચા.સહાયક કમિશનર તરીકે (૧)વેરા વસુલાત શાખા(વે.ઝો.) (૨)વ્‍યવસાય વેરો, અન્‍ય કર સેલ તથા સંબંધિત નાયબ કમિશનરશ્રીની સુચના અનુસારની કામગીરી

એમ.આઈ. વોરાને ટ્રાફિક,ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ ર્પાકિંગ મેનેજમેન્‍ટ શાખા અને આર.આર.એલ. તથા નોડલ ઓફિસર, એમ.ડી. ખીમસુરિયાને મેનેજર તરીકે વેરા વસુલાત શાખા-વે.ઝો અને અન્‍ય કર સેલ તેમજ શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લીશમેન્‍ટ શાખા, એન.એમ. વ્‍યાસ (મેનેજર) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, આરોગ્‍ય શાખા અને નોડલ અધિકારી તરીકે  સેલની જવાબદારી સોંપવામાં આવી છે.

(3:41 PM IST)