<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

કાગદડી ગ્રામ પંચાયતના મંત્રી સન્ની પજવાણી રૂપિયા 1500ની લાંચ લેતા રાજકોટ ACB હાથે ઝડપાયા

રાજકોટનાં મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલ ટીમને વધુ એક સફળતા

રાજકોટ : કાગદડી ગ્રામ પંચાયતના મંત્રી સન્ની દિપકભાઇ પજવાણી રૂપિયા 1500ની લાંચ લેતા  રાજકોટ ACB હાથે ઝડપાયા છે  પંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમુના નંબર-ર માં જુની નોંધો કરવા માટે આ કામના આક્ષેપિત એ ફરિયાદી પાસે રૂા.૧૫૦૦ ની લાંચની માંગણી કરેલ હતી 

   આ અંગે મળતી વિગત મુજબ  ફરીયાદીના કાગદડી ગામે પ્લોટો આવેલા હોય જેમાં પંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમુના નંબર-ર માં જુની નોંધો કરવા માટે આ કામના આક્ષેપિત એ ફરિયાદી પાસે રૂા.૧૫૦૦- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબી ટોલ ફ્રી નો સંપર્ક કરેલ જે અનવ્યે ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧,૫૦૦ ની ગેરકાયદેસર લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપરથી પકડાઇ  ગયો હતો 

  આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેકટર એ.સી. બી. પો.સ્ટે. રાજકોટ શહેર તથા સ્ટાફ   સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, ઈ/ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ રહ્યાં હતા

(9:21 PM IST)