<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

મૂર્તિપૂજક જૈનોએ સર્વે જીવોને ખમાવ્‍યાઃ સ્‍થાનકવાસી સમાજ કાલે ક્ષમા યાચશે

જૈનો આઠ-આઠ દિવસથી જિનભકિતમાં લીનઃ એક ઉપવાસથી લઇને માસ ક્ષમણ સુધીની તપશ્‍ચર્યાર્યાઃ કાલથી દિગંબર સમાજના દસલક્ષણા પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ

રાજકોટ,તા.૭: આજે મૂર્તિપુજક જૈન સમાજ સંવત્‍સરી પ્રતિક્રમણ કરી સર્વ જીવોને ખમાવી ક્ષમાયાચના માંગી પર્યુષણ મહાપર્વની આઠ-આઠ દિવસ ધર્મ આરાધના દ્વારા પુણ્‍યનું ભાથુ બાંધેલ. આજે જિનાલયોમાં પૂ.ગુરૂ ભગવંતોએ શ્રી ભદ્રબાહુ સ્‍વામી વિરચિત બારસા સૂત્ર પર વ્‍યાખ્‍યાન આપેલ.

પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં વિવિધ આરાધનાઓ અને ધાર્મિક અનુષ્ઠાનો થકી જિન ભકિતમાં લીન છે. મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓ ગુરૂ ભગવંતોના મુખેથી વ્‍યાખ્‍યાન વાણીનો અપૂર્વ લાભ લઇ રહ્યા છે.

ભાવિકો દ્વારા પ્રભુજીની પુજા-અર્ચના કરવામાં આવે છે. દેરાસરોમાં પ્રભુજીની મનમોહક આંગી રચવામાં આવે છે. રાત્રે ભકિત સંગીતના આયોજનમાં ભાવિકો રસતરબોળ બની પ્રભુ ભકિત કરી રહ્યા છે. મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુજીના ગુણગાન ગાઇ છે.

જૈન સમાજમાં તપヘર્યાની હેલી સર્જાઇ છે. અઠ્ઠમ, છઠ્ઠ, માસ ક્ષમણ જેવી ઉગ્ર આરાધનાઓ શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. નિત્‍ય પ્રતિક્રમણ કરી પુણ્‍યનું ઉર્પાજન જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પર્યુષણ મહાપર્વના ૮ દિવસ દરમિયાન ધર્મ-ધ્‍યાન-ભકિત દ્વારા આઠ ભવોના પાપો ધોવામાં આવે છે.

સ્‍થાનકવાસી સમાજમાં પણ તપ, ત્‍યાગ, આરાધના પુરબહારમાં ચાલી રહી છે. આજે સ્‍થાનકવાસી જૈનોના મહાપર્વ પર્યુષણનો સાતમો દિવસ છે. કાલે રવિવારે તેઓ સંવત્‍સરી પ્રતિક્રમણ બાદ યક્ષા યાચશે.

કાલથી દિગંબર સમાજના દસલક્ષણા પર્યુષણ મહાપર્વનો ધર્મ આરાધનાથી પ્રારંભ થશે. દિગંબર જિન મંદિરમાં અભિષેક, વિધાનપુજા, શાષાવાંચન, શાષા સ્‍વાધ્‍યાય,ભકિત, સમુહ પ્રતિક્રમણ સહિતના આયોજનો કરવામાં આવશે. દિગંબર સમાજના પર્યુષણ મહાપર્વની તા. ૧૬ના રોજ પૂર્ણાહુતિ થશે.

જૈનોના ચોવીસમાં તીર્થંકર પ્રભુ મહાવિર ક્ષમાના સાગર હતા. તેમના ઉપર અનેક ઉપસર્ગો આવેલ, તેમ છતાં તેમણે સર્વે જીવો માટે અખુટ વાત્‍સલ્‍યતા દર્શાવી સદાય ક્ષમાવાન રહેલ. પાપના પ્રાયヘીત માટે નિવારણ એક જ હૃદયપૂર્વક કરેલ ક્ષમાયાચના અથવા પ્રાયヘતિ જ હોય છે.

જ્ઞાનીઓ કહે છે કે ક્રોધના ફળ કડવા હોય છે. જૈનોમાં સંવત્‍સરી મહાપર્વ ગણાય છે. આરાધકો સાંજે લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે. જેમાં વર્ષ દરમિયાન કરેલ પાપોનું પ્રાયヘીત કરે છે. પાપદોષથી મલિન થયેલા જીવનની શુધ્‍ધિ માટે પ્રતિક્રમણ ક્રિયા જ્ઞાનીઓ દ્વારા બતાવામાં આવી છે.

(10:14 AM IST)