<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

ગણપતિ મંગલ મહોત્‍સવ થકી સામાજિક સમરસતાનું સ્‍થાપન થાય છેઃ ઉદય કાનગડ

આજથી સહુ કોઇ દશ દિવસ દુંદાળા દેવની આરાધનામાં લીન થશે

રાજકોટઃ ગણેશચતુર્થી અને સવંત્‍સરીના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવતા ભાજપના ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડે જણાવેલ કે કોઈપણ શુભ કાર્ય ગણેશપૂજન વગર શરૂ થતું નથી. ગણેશજીનુ પુજાનું વિશેષ મહત્‍વ છે. તેમની પુજા કરવાથી ભક્‍તજનોની તમામ મુશ્‍કેલીઓ દૂર થાય છે. ગણેશચતુર્થીમાં ભગવાન ગણેશજીની પૂજા પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે. ગણેશજીને વિઘ્‍નોનો નાશ કરનાર માનવામાં આવે છે. આ ઉત્‍સવની શરૂઆત સંસ્‍કળતિ અને રાષ્‍ટ્રવાદને પ્રોત્‍સાહ આપવા માટે છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. અને ત્‍યારબાદ ભારતના સ્‍વાતંત્ર સેનાની અને સમાજ સુધારક એવા બાલ ગંગાધર તિલકએ આ તહેવારને નવા રૂપથી ઉજવાતા શીખવ્‍યો. ગણેશોત્‍સવ થકી સામુહિક સમુદાયની પુજા તથા તે સમયમાં અનેક સ્‍વાતંત્રીય સેનાની તેમાં જોડાય, રાષ્‍ટ્રભાવના પ્રબળ બને અને આઝાદીની લડત વેગવંતી બને તેવા આશયથી કરી હતી.

ધારાસભ્‍યશ્રીએ ગણપતિ મંગલ મહોત્‍સવ થકી સામાજિક સમરસતાનું સ્‍થાપન થાય છે અને ભક્‍તિ સાથે લોકોને પોતાની કલાત્‍મક અભિવ્‍યકિત પણ દર્શાવવાનું માધ્‍યમ બને છે ત્‍યારે શહેરીજનોને આ ગણેશ મંગલ મહોત્‍સવ સૌના જીવનમાં નવી દિશાઓ લઈને આવે, દુઃખના દિવસોને ભૂલવાની તાકાત આપી ધર્મ અને સમાજસેવાના માર્ગે અવિરત આગળ વધવાની પ્રેરણા આપે તેવી શુભેચ્‍છા પાઠવેલ હતી.

(10:14 AM IST)