News of Monday, 9th September 2024
ગુરૂવારે પ્રતીક ગાંધીના પત્ની ભામિની ગાંધી રાજકોટમાં લાઇવ નાટક ‘ધ વેઇટીંગ રૂમ્સ' ભજવશે

રાજકોટ તા. ૯ : મિત્રો વિદેહી એન્ટરટેઇન્મેન્ટની દરેક પ્રસ્તુતિને તમે બે હાથ પહોળા કરી વધાવી છે. પ્રતીક ગાંધી અભિનીત મોહનનો મસાલો હોય, આદિત્ય ગઢવી અભિનીત હાજી કાસમ તારી વીજળી હોય, અનુપ સોની અભિનીત બાલીગંજ હોય , અકૂપાર, સમુદ્રમંથન,આજ જાને કી ઝિદ ના કરો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ વ. જેવા નાટકો હોય કે પછી ઉર્દુ મુશાયરાઓ હોય ! વિદેહી એન્ટરટેઇન્મેન્ટ પોતાની હટકે નાટકો લાવવાની પરંપરા સાતત્યપૂર્ણ આગળ વધારી રહ્યું છે માત્રને માત્ર આપ સહુ કલાપ્રેમી પ્રેક્ષકોના પ્રોત્સાહનથી. અને એ જ પરંપરા આગળ વધારતા વિદેહી આ વખતે લાવી રહ્યું છે પ્રતીક ગાંધી ના પત્ની ભામિની ગાંધી અભિનીત એક સાવ અનોખો પ્રયોગ.. ધ વેઇટિંગ રૂમ્સ. વેઇટિંગ રૂમ્સ નાટક, પ્રથમ દ્રષ્ટિએ તો સ્ત્રી-કેન્દ્રિત નાટક છે, પરંતુ અંતમાં એ પુરુષોને પણ હચમચાવી નાખે તેવી કડવી વાસ્તવીકતા ઉજાગર કરે છે. આ નાટક વિવિધ વય-જૂથો અને જીવનના વિવિધ ક્ષેત્રોની ચાર મહિલાઓ પર કેન્દ્રિત છે, અને જેઓ ઉત્તર ભારતના એક ટ્રેન સ્ટેશન પરના વેઇટિંગ રૂમમાં થોડા કલાકો માટે સામસામે આવે છે. ત્યાં માત્ર એક જ વેઇટિંગ રૂમ છે, છતાં શીર્ષકમાં બહુવચન પર ભાર મૂકવામાં આવ્યો છે, તે કદાચ આ મહિલાઓના આંતરિક ‘ધ વેઇટીંગ રૂમ' વિશે સૂચક છે, ભામિની ગાંધી (તે કહેવતની કોમેડી લાઈફલાઈન છે) દ્વારા નોંધપાત્ર હાસ્ય નિપજાવ્યા પછી, ચારેયની વ્યક્તિગત વાર્તાઓ પ્રગટ થાય છે. આશ્ચર્યજનક બનાવવા માટેનો પરાકાષ્ઠા નાટકને એકાએક અંતમાં લાવે છે જે જ ખરું સસ્પેન્સ છે. રાજકોટમાં સારા નાટકોને ખરેખર વધાવવામાં આવે છે. એમાંયે ભામિની જેવા અત્યંત ટેલેન્ટેડ અને લગભગ ૨૫ થી પણ વધુ વર્ષોથી થીએટર, સિરિયલો, ફિલ્મો કરતાં અભિનેત્રી લાઈવ નાટક ભજવતાં હોય તો તે જોવું પણ એક લ્હાવો છે. અન્ય સ્ત્રી પાત્રો પણ પોતપોતાના પાત્રોને જાને ઘોળી ને પી ગયા હોય તેવી સુંદર એકટિંગ કરે છે. નાટકના પાત્રો, વાર્તા , ડિરેક્ટર વિષે આવનારાં દિવસોમાં વાતો કરતા રહીશું. પરંતુ આ નાટકની ટિકિટ જો હજુ પણ ના લીધી હોય તો હવે વાર કરવા જેવી નથી કારણકે નાટકની લગભગ ૫૦%થી વધુ ટિકિટો બુક થઇ ગઈ છે ! નાટકનો એક માત્ર પ્રયોગ તા. ૧૨ સપ્ટેમ્બર, ગુરૂવાર , રાત્રે ૯.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે કોલ અથવા વોટ્સએપ : ૯૦૨૩૨૮૨૪૦૭ .
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટલ એંજલ ડાયપર આયોજિત ધ વેઇટિંગ રૂમ્સ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવાર ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે નીલમ ચા, Who Am I (A life school for students),પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ , આટોમાઇઝ મસાલા, ટ્રાવેલ પાર્ટનર hobbo cabs ±Þõ hospitality partner ફિનિક્સ રિસોર્ટ છે. ૦૦૦
(11:57 AM IST)










