<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

૩ કરોડની ઠગાઇમાં સ્‍વામિનારાયણ સંપ્રદાયના ઠગ સ્‍વામિનો સાગરીત સુરતમાં ઝડપાયોઃ રાજકોટ પોલીસે કબ્‍જો મેળવ્‍યો

દહેગામ પાસે આવેલા લીંંબ ગામે મોટી ગોૈશાળા અને પોઇચા જેવુ ભવ્‍ય મંદિર બનાવવા જમીન ખરીદવી છે...અમે ખેડૂત પાસે જઇશું તો ભાવ વધુ લ ેશે, તમે વેપારી તરકી જશો તો ફાયદો થશેઃ તમને દસતાવેજ વખતે વીઘે ૧ લાખ આપશું કહી ફસાવ્‍યા'તા : નવલનગરના જમીન મકાનના ધંધાર્થી જસ્‍મીન માઢક સાથે ૩ કરોડની ઠગાઇઃસ્‍વામિનારાયણ સંપ્રદાયના ૪ સાધુ અને તેની ટોળકીએ ઠગાઇ કરી હતીઃ કેનેડાના દાતા દાન આપવાના છે કહી થ્રીડી પ્‍લાન બતાવ્‍યોઃ જમીન ખરીદવા ત્રણ કરોડ રોકડા દહેગામ જઇ ચુકવ્‍યા પણ પછી છેતરાયાની ખબર પડીઃ જસ્‍મીન માઢક અને ભાગીદાર જય મોલીયાને દુબઇ લઇ જઇ કહેવાતા દાતાઓની મુલાકાત કરાવી હતીઃ એક આરોપી લાલજી સુરતમાં ઝડપાતાં રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલે કબ્‍જો લીધો

 

 

રાજકોટ તા. ૯: સ્‍વામિનારાયણ વડતાલ પાંખમાંથી હાંકી કઢાયેલા સાધુઓનું વધુ એક મસમોટુ ઠગાઇનું કારસ્‍તા ખુલ્‍યું છે. શહેરના જમીન મકાનના ધંધાર્થી સાથે ચાર સાધુ સહિત ૮ જણાની ટોળકીએ દહેગામ પાસે લીંબ ગામની દસ વીઘા જમીન પર મોટી ગોૈશાળા અને પોઇચા જેવુ ભવ્‍ય મંદિર બનાવવા જમીન ખરીદવાના નામે રૂપિયા ૩,૦૪,૫૦,૦૦૦ ઠગાઇ કરતાં ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો હતો. આ ઠગ ટોળકીને ઝડપી લેવા આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ કામે લાગી હતી. વેપારીને આ ગઠીયાઓએ એવુ કહી ફસાવ્‍યા હતાં કે જો અમે ડાયરેક્‍ટ ખેડુત પાસે જમીન લેવા જઇશું તો ભાવ વધુ કહેશે, પણ વેપારી તરીકે તમે જશો તો ફાદો થશે, દસ્‍તાવેજ થયે તમને એક વીઘા જમીનમાં એક લાખનું વળતર પણ આપીશું. આ કારણે વેપારી વિશ્વાસમાં આવી ગયા હતાં અને ફસાઇ ગયા હતાં. આ દરમિયાન આરોપી એવા એમપી સ્‍વામિનો સાગરીત એવો લાલજી ઢોલા સુરતમાં ઝડપાઇ જતાં તેનો રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ કબ્‍જો લીધો છે.

આ બનાવમાં પોલીસે મવડી મેઇન રોડ પર નવલનગર-૩માં મહાકાળી ભુવન ખાતે રહેતાં અને ભક્‍તિનગર સર્કલ પાસે મેઘાણી રંગ ભવનમાં પહેલા માળે ૧૦૧ નંબરની ઓફિસમાં ભાગીદાર જય મોલીયા સાથે બેસી જમીન મકાન લે-વેંચનો વ્‍યવસાય કરતાં જસ્‍મીનભાઇ બાલાશંકરભાઇ માઢક (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વિજયપ્રકાશ સ્‍વામી ઉર્ફ વીપી સ્‍વામી (શ્રીધામ ગુરૂકુળ ઝાલણસર તા. ધોરાજી), જયકૃષ્‍ણ સ્‍વામી ઉર્ફ જેકે સ્‍વામી (સ્‍વામિનારાયણ મંદિર તળેટી રોડ, જુનાગઢ), માધવપ્રિય સ્‍વામી ઉર્ફ એમપી સ્‍વામી (રૂષીકુળ ગોૈધામ પાનોલી અંકલેશ્વર જી. ભરૂચ), દેવપ્રકાશ સ્‍વામી ઉર્ફ દેવપ્રીય સ્‍વામી (સિધ્‍ધેશ્વર ગોૈશાળા આણંદ), લાલજી બાવભાઇ ઢોલા (રહે. મણીભદ્ર કોમ્‍પલેક્ષ ગોળાધરા પર્વત પાટીયા સુરત), સુરેશભાઇ ઘોરી (પરમેશ્વર પાર્ક શ્‍યામધામ ચોક, પુણાગામ ચોરાસી બોમ્‍બે માર્કેટ સુરત), ભુપેન્‍દ્ર શનાભાઇ પટેલ (રહે. પીંપળજ તા. દહેગામ ગાંધીનગર) અને વિજયસિંહ આલુસિંહ ચોૈહાણ (રહે. લીંબ તા. બાયડ જી. અરવલ્લી) વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી મુજબ કાવત્રુ ઘડી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો હતો અને તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આ સ્‍વામીઓના સાગરિત એવા શિક્ષક લાલજી ઢોલાની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં ત્‍યાંથી રાજકોટ પોલીસે કબ્‍જો લઇ પુછતાછ આદરી છે. આરોપી લાલજી ઢોલા કામરેજ ખાનગી સ્‍કૂલમાં શિક્ષક છે અને જમીન દલાલીનું પણ કામ કરે છે. આ સાથે સ્‍વામીનાયારણ સંપ્રદાય પાળતો હોવાથી સ્‍વામીઓના સંપર્કમાં આવ્‍યો હતો અને છેતરપિંડીમાં સંડોવણી કરી હતી. આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્‍તારમાં છે. જેથી બાતમી આધારે પોલીસે તાત્‍કાલિક પગલાં લઈને લાલજી ઢોલાને પકડી પાડ્‍યો હતો.

સ્‍વામી અને તેમના મળતીયાઓ કોઈપણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદ કરવી છે તેવું કહેતા હતા. જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્‍વામીના બદલે જે તે વ્‍યક્‍તિને કહેતા હતા. તેઓ ધંધાર્થીને કહેતા કે જો આપ સોદો કરશો તો જમીન સસ્‍તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે. બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી.ઁ અને આ સાંભળી જે તે વ્‍યક્‍તિ તેમની વાત માની લેતા હતા. આ વાતચીત થયા બાદ સ્‍વામીના મળતીયાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી સોદો નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે. અને ત્‍યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા.

રાજકોટના નવલનગરના જમીન મકાનના બે ભાગીદારો સાથે પણ આ ટોળકીએ આવી જ રીતે ત્રણ કરોડથી વધુની ઠગાઇ કરી હતી. મુખ્‍ય આરોપીઓ સ્‍વામિઓ સહિતના ફરાર થઇ ગયા છે. જ્‍યારે સાગરીત લાલજી ઢોલા હાથમાં આવતાં પીઆઇ જે. એમ. કૈલા, આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ, એભલભાઇ બરાલીયા સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ઠગ ટોળકી વિરૂધ્‍ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, આણંદ અને નડિયાદ સહિત પોલીસ સ્‍ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂકયા છે. હાલ તમામ શખ્‍સો ફરાર છે જે પૈકી હવે એક આરોપી લાલજી ઢોલા હાથમાં આવતાં રિમાન્‍ડ મેળવવા અને આગળ તપાસ કરવા તજવીજ હાથ રાઇ છે.

(11:58 AM IST)