<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

રાજકોટ જીલ્લામાં જુગારના હાટડા ઉપર પોલીસની ઘોંસઃ ૮ દરોડામાં ૧૭ મહિલા સહિત ૪૮ પકડાયા

મેટોડા અને ગોંડલમાં ૧૭ મહિલા, ભાયાવદરમાં ૮, મોટીમારડમાં ૨ દરોડામાં ૧૨, ધોરાજીમાં ૨ દરોડામાં ૭ પકડાયા, ૩ છનન અને ઉપલેટામાં પતા ટીંચતા ૪ પકડાયા

રાજકોટ તા.૯: રાજકોટ જીલ્લામાં જુગારના હાટડા ઉપર પોલીસે ઘોંસ બોલાવી અલગ-અલગ ૮ દરોડામાં જુગાર રમતી ૧૭ મહિલા સહિત ૪૮ને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મેટોડા જીઆઇડીસી પોલીસે ગેઇટ નં.૦૨ની સામે આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) શિતલબેન સંજયભાઇ સોનારા રહે.મેટોડા જીઆઇડીસી ગે.૨ની શ્રી નાથજી સોસાયટી, (ર) રમાબેન રાજેશભાઇ જલુ રહે.મવડી ચોકડી લાભદીપ શેરી નં.૭ રાજકોટ (૩) રીટાબેન દીલીપભાઈ જાખેલીયા રહે.મોટાવડા તા.લોધીકા જી.રાજકોટ, (૪) હેતલબેન જેન્‍તીભાઇ જાખેલીયા રહે.રાજકોટ કોઠારીયા રાધે કળષ્‍ણનગર શેરી નં.૧૪, (૫) મધુબેન વલ્લભભાઈ રોળીયા રહે.મવડી રાજદિપ સોસાયટી શેરી, (૬) વર્ષાબેન શૈલેષભાઇ ઝરવરીયા રહે. મેટોડા જી.આઇ.ડી.સી ગે.૨ ની સામે શ્રીનાથજી સોસાયટી, (૭) વિજુબેન ફાળુભાઇ બાવળીયા રહે.જાગનાથ પ્‍લોટ ખુણે રાજકોટ તથા (૮) ગીતાબેન વિપુલભાઇ પંચાસરા રહે. મેટોડા જી.આઇ.ડી.સી ગે.ર ની સામે શ્રીનાથજી સોસાયટી ને રોકડા રૂા.૯૪૦૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ગોંડલ બી ડિવીઝન પોલીસે ગોંડલ, વલ્લભ વાટીકા સોસાયટી ગોંડલ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રસીલાબેન  હસમુખભાઇ પીત્રોડા, (૨) દમયંતીબેન કાન્‍તીભાઇ કનેરીયા (૩) ચાંદનીબેન જીલેશભાઇ કકડ ( ૪) સધ્‍ધાબેન ચીરાગભાઇ ડઢાણીયા (૫) નીકેતાબેન અશ્વિનભાઇ મારવણીયા (૬) ગોપીબેન કોૈશીકભાઇ દેરવાડીયા (૭) મંજુલાબને ઘીરૂભાઇ મારળણીયા (૮) મંજુલાબેન દિનેશભાઇ દુદવાણી (૯) પારૂલબેન રવિભાઇ ધોડાસરા તથા (૧૦) મીનાબાન મધુબેન  વિનુભાઇ ભગદેવ રહે. બધા વલ્લભ વાટીકા સોસાયટી, ગુંદાળા રોડ, ગોંડલને રોકડા રૂા.૧૧,૪૫૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં ભાયાવદર પોલીસે ભાયાવદર હોળીધાર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સાગર નંદાભાઇ રાઠોડ ધંધો-મજુરી રહે.ભાયાવદર હોળીધાર વિસ્‍તાર, (ર) ભાવેશ સાજણભાઇ સાદીયા ધંધો.મજુરી રહે.ભાયાવદર હોળીધાર વિસ્‍તાર, (૩) હરિશ રાજાભાઇ ચાંડપા ધંધો- મજુરી રહે.વડવાળા તા.રાણાવાવ, (૪) ઉમેશ ઉર્ફે ઉમલો અશોકભાઇ જોડ ધંધો-મજુરી રહે.મોકર તા.રાણાવાવ, (પ) દિવ્‍યેશ દેવજીભાઇ ચાંડપા ધંધો- મજુરી રહે.વડવાળા તા.રાણાવાવ, (૬) પ્રકાશ નાથાભાઇ બગડા ધંધો-મજુરી રહે. રાણા કંડોરણા તા.રાણાવાવ, (૭) ભાવેશ મેઘજીભાઇ સોંદરવા રહે.રાણા કંડોરણા તા.રાણાવાવ તથા (૮) વિપુલ બાબુભાઇ વાળા રહે.ભાયાવદર હોળીધાર ને રોકડા રૂા.૩૩,૪૦૦ ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં પાટણવાવ પોલીસે મોટી મારડ ગામે ધોરવાડા વિસ્‍તાર વોકળાના કાંઠે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) દિલીપ વલ્લભભાઇ ગોહીલ (ર) કમલેશ બાબુભાઇ ભરડા (૩) વિજય રણછોડભાઇ સોદરવા (૪)સાગર પ્રભુભાઇ પાનેસરા તથા (પ) હિતેષ જીવાભાઇ કાઠી તમામ મોટી મારડને રોકડા રૂા. ૧૮,પ૮ઢ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

પાંચમાં દરોડામાં પાટણવાવ પોલીસે મોટી મારડ ગામે ધોરવાડા વિસ્‍તાર દરગાહ પાસે આવેલ વોકળાના કાંઠે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) હેમલ બટુકભાઇ બારૈયા (ર) કેતન રામજીભાઇ બારૈયા, (૩) દિલીપ રણમલભાઇ રાજગર (૪) હરેશ સામતભાઇ વાસણ (પ) કમલેશ રવજીભાઇ માંગરીયા (૬) રવિ મનજીભાઇ પરમાર (૭) મોહન કાળાભાઇ સોલંકી  રહે. તમા મોટી મારડને રોકડ રૂા. ર૪,૭૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

છઠ્ઠા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ધોરાજી જુનાગઢ રોડ પર અર્જુન પ્‍લાસ્‍ટીક વાળી ગલીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) હરેશ કુરજીભાઇ સાકરીયા ધંધો ખેતી રહે. ધોરાજી જુનાગઢ રોડ (ર) વિનોદ કાનજીભાઇ દેગામા (૩) પિયુશ ગંગદાસભાઇ ટોપીયા (૪) અજયભાઇ દિનેશભાઇ દેગામા ધોરાજીને કોરડા રૂા.૧પ,રર૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

સાતમાં દરોડામાં ધોરાજી સીટી પોલીસે ધોરાજી રામપરા ગરબી ચોક પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સામો ઉર્ફે શ્‍યામ અશોકભાઇ ભરાડીયા (ર) દીલીપ નાનજીભાઇ કીલાણીયા (૩) જયદેવ ઉર્ફે સીક્કો વાલજીભાઇ જરવરીયાને ઝડપી લીધા હતા. જયારે બાબુભાઇ ચકાભાઇ બુકેલીયા, બટુક ઘેલાભાઇ શંખેસરીયા, રવિ સુરેશભાઇ સિંહોરા રહે. ત્રણેય ધોરાજી રામપરા વાળા નાસી છુટયા હતા. પોલીસે ૧ર,૮૦૦ની રોકડ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આઠમાં દરોડામાં ઉપલેટા પોલીસે નાગનાથ ચોક કોળીવાડા શેરી નં. ૧ માં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) શરત લાલજીભાઇ કુંવરીયા ધંધો મજુરી રહે. ઉપલેટા (ર) ચેતન લાલજીભાઇ કુંવરીયા  (૩)અલ્‍પેશ લાલજીભાઇ કુંવરીયા  તથા (૪) હરેશ નાથાલાલ કુંવરીયા ધંધો મજુરી રહે. ઉપલેટાને રોકડા રૂા. રપપ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4:38 PM IST)