News of Monday, 9th September 2024
ડેન્ગ્યુનો ઉપાડોઃ ઘરે ઘરે રોગચાળો વકર્યો
શહેરમાં ડેન્ગ્યુના ૨૬, મેલેરીયા અને ચીકનગુનીયાના ૪-૪ કેસઃ ૪૪ હજારથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી : ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૯૦૦ થી વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયાઃ મચ્છર ઉત્પતિ સબબ ર૬૩ સ્થળોએ તપાસઃ ૩૭૬ને નોટીસઃ ૮ હજારનો વહીવટી ચાર્જ લેવાયો

રાજકોટ તા. ૦૯: શહેરમાં જન્માષ્ટમી પડેલ ભારે વરસાદ અને છેલ્લા સપ્તાહમાં વરસાદી વાતાવરણના કારણે ઘરે ઘરે રોગચાળો દેખાય રહ્યો છે. દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના ૨૧ કેસ નોંધાયા છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૯૦૦થી દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨ સપ્ટે.થી ૮ સપ્ટે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૨૯ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૨૧, મેલેરીયાના ૪ તથા ચિકનગુનીયાના ૪ કેસ નોંધાયા છે. સીઝનનાં મેલેરીયાના ૨૪, ડેન્ગ્યુના ૧૩૩ તથા ચિકનગુનિયાના ૨૩ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.
શરદી-તાવના ૧૯૩૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૪૨ તેમજ સામાન્ય તાવના ૬૪૫ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૪૯ તથા ટાઇફોડનો ૨ તથા કોલેરાનો ૧ સહિત કુલ ૧૯૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ સબબ ૩૭૬ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૯લ૪૩૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૪૯૨૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૦૦ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૭૬ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૮ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
(3:02 PM IST)










