<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

સ્‍વામિનારાયણ ચોક કૃષ્‍ણનગર ગણેશમય

 

રાજકોટ તા. ૯ : સ્‍વામિનારાયણ ચોક, કૃષ્‍ણનગર મેઇન રોડ ખાતે શ્‍યામ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્‍સવનું આયોજન કરાયુ છે. ૭ ફુટના સિંહાસન પર બિરાજમાન ‘સ્‍વામિનારાયણ ચોક કા રાજા'નું સ્‍થાપન કરાયુ છે.

મહોત્‍સવમાં દરરોજ ૮ વાગ્‍યે મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લોકમેળા ફેઇમ જાણીતા કલાકાર તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) ના માર્ગદર્શન હેઠળ આયોજીત આ ગણેશોત્‍સવને સફળ બનાવવા શ્‍યામ ગ્રુપના પ્રમુખ નારણભાઇ બોળીયા, રોહીતભાઇ બોળીયા, દિનેશભાઇ બોળીયા, સ્‍વામિનારાયણ ચોકના ગજાનન ભકતો જહેમત ઉઠાવી રહ્યા છે. દરરોજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

(3:02 PM IST)