<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

જિંદગી મિલકે બિતાયેં+ગેઃ કોૈમુદી વૃધ્‍ધાશ્રમના

લાભાર્થે કાલે મ્‍યુઝીકલ પ્રોગ્રામ : ગાયકો મુન્‍નાભાઇ ઠકકર, હિતેષ ભટ્ટ, હિના કોટડીયા, રમેશ ડૈયા, વર્ષા ઠાકર, મિના રાવલ, પરેશ દવેરાઃ કાર્યક્રમની આવક વૃધ્‍ધાશ્રમમાં વપરાશે

રાજકોટઃ આવતીકાલે તા. ૧૦  મંગળવારે રાતે ૮ વાગ્‍યે કોૈમુદી વૃધ્‍ધાશ્રમના લાભાર્થે હેમુ ગઢવી મેઇન હોલ ખાતે કોૈમુદી મોઢા પ્રસ્‍તુત મ્‍યુકિલ પ્રોગ્રામ ‘‘ જિંદગી મિલકે બિતાયેંગે યોજાયેલ છે.

જેમાં સ્‍ટાર સિંગરો મુન્નાભાઇ ઠકકર, હિતેશ ભટ્ટ, હિના કોટડીયા, રમેશ ડૈયા, વર્ષા ઠાકર, મિના રાવલ પરેશ દવેરા, એંકર મેઘલ ભાગ જમાવટ કરશે.

આ કાર્યક્રમ ટિકિટ શો રાખેલ છે. ટિકિટ વેચાણમાં આવેલ રકમ કોૈમુદી વૃધ્‍ધાશ્રમ ના આશ્રમમાં થતા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જણાવાયુ છે.

કોૈમુદી વૃધ્‍ધાશ્રમ શીતલ પાર્ક રંભામાની વાડી, હવેલી વાળી શેરીમાં છેલ્લા બે વર્ષ થી આ વૃધ્‍ધાશ્રમ કાર્યરત છે. જેની વધુ વિગત માટે કોૈમુદી બેન મોઢા  ૯૬૨૪૬ ૮૯૯૪૬ નો સંપર્ક  કરી શકાય છે. (તસવીરઃઅશોક બગથરીયા)

(3:05 PM IST)