<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ગોપીરાસમાં બહેનો ઝૂમી ઉઠશેઃ મુંબઇ-રાજકોટના ગાયકો ધૂમ મચાવશે

સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ.ના મેદાનમાં ફરી એક વખત ધમાકેદાર આયોજનઃ સભ્‍યો માટે ફી રૂા. ૪૦૦, અન્‍ય બહેનો માટે રૂા. પ૦૦: મ્‍યુઝીકલ મેલોડી કલર્સ મચાવશે ધમાલઃ દરરોજ ઇનામોની વણઝારઃ ગુણુભાઇ ડેલાવાળા

રાજકોટઃ સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્‍સવના આયોજનની જાહેરાત કરી છે. બહેનોના ગરબા માટે ફેવરિટ એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્‍દ્ર કોલેજ ( ડી.એચ.) ના મેદાનમાં દસ દિવસ માટે મોટી સંખ્‍યામાં બહેનો ઝૂમી ઉઠશે. બધે મોંઘવારીની અસર હોવા છ્‍તા માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.

આ અંગે વિશેષ જાહેરાત કરતાં સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્‍યુ છે કે, તા. ૦૩/૧૦  થી ૧૨/૧૦ સુધી ડી.એચ.ના મેદાનમાં  ગોપી રાસોત્‍સવ યોજાશે. સરગમ પરિવારના લેડિઝ સભ્‍ય હોય તેના  ૧૦ દિવસના  ૪૦૦ રૂપિયા અને સભ્‍ય ન હોય તેવા બહેનોના ૧૦ દિવસના સીઝન પાસના ૫૦૦ રૂપિયા ફી રાખવામા આવી છે. આ રાસોત્‍સવમાં સરગમ કલબના સભ્‍ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો ૧૫ વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.

આ ગોપી રાસોત્‍સવના  ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી - આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી - મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્‍ટ લાઈબ્રેરી( શાષાી મેદાન પાસે એવરેસ્‍ટ બિલ્‍ડીંગ - ૧૦૧ ), કેનાલ રોડ સેન્‍ટર - દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન ( જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્‍પિટલ પાસે ) અને સરગમ ક્‍લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક ( યાજ્ઞિક રોડ ) સરગમ ક્‍લબ નાગેશ્વર આરોગ્‍ય સેન્‍ટર (જૈન નાગેશ્વર દેરાસર મંદિર ની બાજુમાં )ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્‍યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્‍સવમાં રોજેરોજ ૨૫ પ્રિન્‍સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે.

રાસોત્‍સવ માટે સુંદર બેઠક વ્‍યવસ્‍થા  અને જડબેસલાક સિકયુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્‍સુર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રા ધૂમ મચાવશે. કીબોર્ડ માં તુષાર ગોસાઇ અને રીધમમાં રીલેશ પરમાર આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્‍યા ઉપરાંત,  પ્રિયા જોશી (અમદાવાદ), અને નિલેષ પંડ્‍યા (રાજકોટ) ડો. પ્રીતી ભટ્ટ (રાજકોટ) એનાઉન્‍સર દિનેશભાઈ બાલાસરા માતાજીનાં ગરબા રજૂ કરશે.

આ રાસોત્‍સવ ને સફળ બનાવા સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળા,  સરગમ ક્‍લબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલવાળા, મૌલેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાકેશભાઈ પોપટ, ગિરધરભાઈ દોંગા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદારાણા, યોગેશભાઈ પુજારા, બિપીનભાઈ હદવાણી, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, હરેશભાઈ લાખાણી, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), શૈલેશભાઈ માંકડિયા, રાજનભાઈ વડાલિયા, રવિભાઈ રાત્રોજા, નિખીલભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, હેતલભાઈ રાજ્‍યગુરુ,  શૈલેષભાઈ પાબારી, અશોકભાઈ વૈષ્‍નાનીનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.

ગોપીરાસ રાસોત્‍સવના ઇનામો રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી)  બાન લેબ્‍સ કું. મૌલેશભાઈ પટેલ, એન્‍જલ પંપ - કિરીટભાઈ આદ્રોજા, ચોકોડેન, સંદિપભાઈ, સુધીરભાઈ પંડ્‍યા વડાલિયા ગ્રુપ - હાઈબોન્‍ડ સિમેન્‍ટ, ઓપ્‍શન શો રૂમ શીલાબેન ચાંદરાણી , ગીરીકિન્‍દ્રા ફૂડસ, એલએલપી કંપની, ગોપાલ નમકીન - બીપીનભાઈ હદવાણી તરફથી ભેટ આપવામાં આવશે. 

મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર, લાઈટીગ ડેકોરેશન પરમાર લાઈટીંગવાલા પરાગભાઈ મહેતા,  માઈકની વ્‍યવસ્‍થા અંબિકા સાઉન્‍ડ એન્‍ડ ડી.જે. (હિમાંશુભાઈ ચાવડા ) ની છે. ે ૫૦ હજાર વોટસની સાઉન્‍ડ ફોર વે સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખેલ છે.

કેન્‍ટીનની વ્‍યવસ્‍થા પ્રવિણભાઈ પટેલ (જેસ-પર કેફે રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પાર્ટી લોન્‍સ) તેમજ સ્‍કૂટર ના ર્પાકિંગ ના ૨૦  અને મોટર પાકિંૅગ ના ૫૦ રૂપિયા ચાર્જ રાખેલ છે.

આ રાસોત્‍સવને સફળ બનાવવા માટે લેડિઝ કલબના ચેરમેન ડો. ચંદાબેન શાહ, પ્રમુખ નિલુબેન મહેતા, મંત્રી ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્‍યાસ, ભાવનાબેન મહેતા, કાશ્‍મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જ્‍યોતિબેન રાજ્‍યગુરુ, જયશ્રીબેન સેજપાલ, શીલાબેન ચાંદ્રરાણી, જ્‍યોતિબેન ટીલાળા, સુધાબેન ભાયા, ડો. અલ્‍કાબેન ધામેલિયા, દેવાંશીબેન શેઠ તથા જેન્‍ટસ ક્‍લબમાં ભરતભાઈ સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્‍યાસ, રમેશભાઈ અકબરી, અનવરભાઈ ઠેબા, સરગમ લેડીઝ તથા સરગમ જેન્‍ટસ  ક્‍લબના બંને કમીટી મેમ્‍બરો જહેમત ઉઠાવી રહેલ .

(3:09 PM IST)