<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

મૂવ મેકર્સ પેઇન મેનેજમેન્‍ટ એન્‍ડ રીહેબિલિટેશન દ્વારા મેટ્રિકસ રિધમ થેરાપી

ડો. સુનૈના વિધાણી દ્વારા સાંધા, ઘૂંટણ, કમર, ખભા સહિતના દુઃખાવામાં અદ્યતન ટેકનોલોજી દ્વારા સારવાર

રાજકોટ તા. ૯ : રાજકોટનું ફિઝીયોથેરાપી સેન્‍ટર, ‘મૂવ મેકર્સ- પેઇન મેનેજમેંટ એન્‍ડ રિહેબિલિટેશન' સૌરાષ્‍ટ્રનું પ્રથમ સર્ટિફાઇડ મેટ્રિક્‍સ પેઇન મેનેજમેંટ બન્‍યું જે કોઈ પણ પ્રકારની સર્જરી, ઈજેકશન, કે એલોપેથી દવાઓ વગર નોન- ઈનવેસિવ સારવાર દ્વારા દુઃખાવો મટાડી શકે છે.

મુંબઈની પ્રખ્‍યાત હિંદુજા હોસ્‍પિટલ છેલ્લા નવ વર્ષનો અનુભવ ધરાવતા ફિઝીયોથેરાપિસ્‍ટ ડો. સુનૈના વિધાણી, જેમણે દુબઈ હેલ્‍થ ઓથોરિટીમાં મેટ્રિક્‍સ રિધમ થેરાપીની સર્ટિફાઇડ તાલીમ પ્રાપ્ત કરી છે, તેમના માર્ગદર્શન અને નેતળત્‍વ હેઠળ ‘મૂવ મેકર્સ પેઇન મેનેજમેન્‍ટ એન્‍ડ રિહેબિલિટેશન' મા આ સારવાર પ્રાપ્ત થઈ શકશે.

ડો. સુનૈના વિધાણીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે, કોનીક પેઇન એટ્‍લે લાંબા સમયથી થતો દુખાવો અને સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરીથી પીડાતા દર્દીઓ માટે આ સારવાર સહુથી વધુ ઉપયોગી સાબિત થઈ છે. વટિંગો, સાંધાના દુઃખાવા, ઘૂંટણનો દુઃખાવો, કમર અને ડોકનો દુઃખાવો, ફેકચર, ખભા અને કોણીનો દુઃખાવો માઈગ્રેન સર્જરી પછીના દુઃખાવા, વગેરેની સારવારના મૂવ મેકર્સ નિષ્‍ણાત છે. કોઈ પણ પ્રકારની દવાઓ, સર્જરી, કે ઈંજેક્‍શન વગર એફડીએ ટેકિનક દ્વારા સારવાર કરવામાં આવે છે. ફિક્‍સ પ્રોટોકોલ અને દર પંદર દિવસના ફોલોઅપ સાથે સારવાર મેળવી શકાશે.

ડો. સુનૈના વિધાણીએ યાદીમાં જણાવ્‍યું છે કે, નાના બાળકોથી લઈને વડીલો સુધી, કોઈ પણ વ્‍યક્‍તિ આ જર્મન તકનિકનો લાભ લઈ શકશે. મેટ્રિક્‍સ રિધમ થેરાપી કોઈ પણ જાતના સ્‍નાયુ અને સાંધાના દુઃખાવા, ફેકચરના માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. આ થેરાપી ડેમેજ થયેલા સ્‍નાયુના કોષને મૂળથી રીપેર કરવામાં મદદરૂપ નીવડે છે. કોઈ પણ આડઅસર કે સર્જરી દ્વારા આ ટેકિનકનો લાભ લઈ શકાય છે

ડો. વિધાણીએ ડો. અલરિચ જી. રેન્‍ડોલ, પ્રખ્‍યાત જર્મન ચિકિત્‍સક અને વૈજ્ઞાનિક પાસેથી મેટ્રિક્‍સ રિધમ થેરાપીની તાલીમ લીધી છે. ન્‍યૂરોલોજિકલ અને મુસ્‍કયુલોસ્‍કેલેટલ ડિસોફર્સમાં મદદરૂપ આ સારવાર હવે રાજકોટમાં ક્‍લિનિકલ પ્રેક્‍ટિસના ભાગરૂપે સંકલિત થશે. આ સાથે ડો. વિધાણી સૌરાષ્‍ટ્ર - કચ્‍છ ખાતે ધ ફિઝીયોથેરાપી માટે આ અદ્યતન ટેકનોલોજી રજૂ કરનાર પ્રથમ વ્‍યક્‍તિ છે અને હવે રાજકોટમાં તેમની પ્રેક્‍ટિસ કરી રહ્યા છે.

મૂવ મેકર્સ રીહેબિલિટેશન સેન્‍ટર એન્‍ડ પેઇન મેનેજમેન્‍ટ આર.કે.વિલા કોમ્‍પલેક્ષ, બીજો માળ, કરણ પાર્ક મેઇન રોડ, નાના મવા રોડ, રાજકોટ

(3:16 PM IST)