News of Monday, 9th September 2024
સોશિયલ મિડીયા પર બદનામ કરતી કિર્તી પટેલ સામે પગલા લેવા અભિનેતા જયેશ ઠાકોરની રજૂઆત
૧૪ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતાએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી

રાજકોટઃ શહેરના સાધુ વાસવાણી રોડ પર વિનય વાટીકા-૧૦૧માં રહેતાં ઠાકોર સમાજના આગેવાન અને એક્ટર જયેશ હંસરાજભાઇ ઠાકોરે પોલીસ કમિશનરને લેખિત અરજી ફરિયાદ કરી કિર્તી પટેલ વિરૂધ્ધ પગલા લેવા માંગણી કરી છે. જયેશ ઠાકોરે આ રજૂઆતમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ફિલ્મોમાં અભિનય કરી ગુજરાન ચલાવુ છું. કિર્તી પટેલ મને કોઇપણ પુરાવા વગર સમાજમાં બદનામ કરે છે અને માનસિક ર્ટોચર કરી વિડીયો બનાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. તેણીએ અગાઉ શ્રીઋષીભારતીબાપુને પણ બદનામ કરી કોળી સમાજ સાથે ઉલ્લેખ કરી સમાજની લાગણી દુભાવી હતી. હવે તેણે ઇરાદા પુર્વક મારા (જયેશ ઠાકોર) પર ખોટા આક્ષેપો કર્યા છે. કિર્તી વિરૂધ્ધ સુરત વરાછા પોલીસમાં પણ ૨-૬-૨૪ના રોજ ગુનો નોંધાયો છે. જયેશ ઠાકોરે રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે મેં ૧૪ જેટલી ફિલ્મોમાં કામ કરી તેમજ સામાજીક કાર્યો કરી પ્રસિધ્ધી મેળવી છે. મેં ઋષીભારતી બાપુના સંમેલનમાં આવેદન પત્ર આપ્યું હોવાથી સમાજમાં બદનામ કરવાના ઇરાદે મેં કોઇ પાસેથી સિત્તેર લાખ પડાવ્યા છે તેવું અલગ અલગ સોશિયલ મિડીયાના માધ્યમોમાં વાયરલ કરી મને માનસિક રીતે ટોર્ચર કરી બદનામ કર્યો છે. અલગ અલગ આઇડીથી આ પ્રકારે બદનામ કરતાં વિડીયો મુકાયા છે. જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થયો છે. આવા વિડીયો કાયમી ધોરણે રીમુવ કરવામાં આવે અને સોશિયલ મિડીયાની તમામ આઇડી બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. સોશિયલ મિડીયામાં લાઇવ થઇ અંદરોઅંદર ઝઘડા પણ કરાય છે અને તેમાં અભદ્ર ભાષા વપરાય છે. આવા વિડીયોની તરૂણો, મહિલાઓ, યુવા વર્ગ પર ખરાબ અસર પડતી હોય છે. તેના આવા વિડીયો પોસ્ટ કરવા પર કાયમી પ્રતિબંધની કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે. તેમ વધુમાં જયેશ ઠાકોરે જણાવ્યું હતું.. રજૂઆત કરનાર જયેશ ઠાકોર સાથે તેમના સમાજના આગેવાનો નજરે પડે છે.
(3:21 PM IST)










