<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

થોરાળા પોલીસે ‘પોલીસ પ્રજાનો મિત્ર' સુત્રને સાર્થક કર્યુ

ભુલી પડેલી બાળકીનું અને ઘરેથી બાળક સાથે નીકળી ગયેલા મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું

રાજકોટઃ થોરાળા પોલીસની ટીમ દ્વારા ‘પોલીસ પ્રજાનો મિત્ર' સુત્રને સાર્થક કરાયું હતું. પોલીસે માતા-પિતાથી વિખૂટી પડેલી ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.વિગત મુજબ થોરાળા પોલીસ શી-ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સંત કબીર રોડ-ત્રિવેણી ગેટ પાસે એક ત્રણ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. જેના વાલીવારસ અંગે અડધો કલાક સુધી આસપાસમાં તપાસ કરતાં પીસીઆર ઇન્‍ચાર્જ કોન્‍સ્‍ટેબલ મયુરસિહ અને શી-ટીમના વુમન લોક રક્ષક મિનાક્ષીબેન દ્વારા પોલીસ સ્‍ટેશન ખાતે બાળકીને લાવી ચીલ્‍ડ્રન રૂમમાં બેસાડી તેના મા-બાપ અંગે વિશેષ તપાસ કરતા મુળ કોલકાતાના અને સંતકબીર રોડ ખાતે ઈમીટેશનનું પરચુરણ કામ કરતુ દંપતી તેમની બાળકી અંગે શોધખોળ કરતા મળી આવતા તેઓને સ્‍ટેશન ખાતે લઈ આવી પુછપરછ કરી બાળકીનું મિલન કરાવ્‍યું હતું. બીજા બનાવમાં જાગળત નાગરીક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે ભાવનગર રોડ, અમુલ સર્કલ પાસે એક અસ્‍થિર મગજની જણાતી મહિલા નાના બાળકને લઈ ચાલીને રડતી હાલતમાં આજીડેમ ચોકડી તરફ જઈ રહી છે જે શંકાસ્‍પદ જણાતા સ્‍ટાફ દ્વારા તેને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા પોતે માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતી હોવાનુ જણાવેલ જેથી તેના સગા-વ્‍હાલાઓને બોલાવી ખરાઈ કરતા તેઓએ જણાવેલ કે આ બાળક તેનુ જ છે અને આ મહિલાના પતિ સાથે છુટાછેડા થયા બાદ આ રીતે જ રહે છે. તે અંગેની ખાતરી કરી તેઓને નિવાસ સ્‍થાને પહોંચાડયા હતા. પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરીમાં ટીમોએ આ કામગીરી કરી હતી.

(3:34 PM IST)