News of Monday, 9th September 2024
કાળીપાટ પાસે ‘ હિટ એન્ડ રન': અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા વિપુલભાઇનું મોત
કામેથી ઘરે જતી વખતે બનાવઃ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૯: ભાવનગર રોડ પર કાળીપાટ ગામ પાસે ‘ હિટ એન્ડ રન' ની ઘટનામાં અજાણ્યા વાહનના ચાલકે બાઇક ને હડફેટ લેતા યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ કાળીપાટ ગામમાં રહેતા વિપુલભાઇ વલ્લભભાઇ ભરાડીયા (ઉ.વ. ૩૨) રાત્રે કામેથી છૂટી બાઇક પર પોતાના ઘરે જતા હતા ત્યારે કાળીપાટ ગામ નવા રીંગ રોડ પાસે પહોંચતા અજાણ્યા વાહનને બાઇકને હડફેટે લેતા વિપુલભાઇ ફંગોળાઇ જતા તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી અકસ્માત સર્જી ચાલક કારલઇ ને ભાગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇ એ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળપર પહોંચી વિપુલભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક વિપુલભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા. આ બનાવ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.
(4:01 PM IST)










