<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

શહેરમાં વધુ ૧૩૯ દુકાનદારો પાસેથી ૧૦ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્‍તઃ ૩૭ હજારનો દંડ

સૌથી વધુ ઉપયોગકર્તા ન્‍યુ રાજકોટ વિસ્‍તારના ૫૦ વેપારી દંડાયાઃ સોલીડ વેસ્‍ટ શાખાની કાર્યવાહી

રાજકોટ,તા. ૯: મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૬ થી ૮ , ૩ દિવસᅠદરમિયાન ત્રણેય ઝોનમાંથી કુલ ૧૩૯ આસામીઓ પાસેથી ૧૦.૩૧૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ. ૩૭,૪૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

સેન્‍ટ્રલ ઝોન

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરનાર પાસેથી ૨.૧૭૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૧,૪૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોન

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરનાર ૫૦ પાસેથી ૫.૯૨૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૫,૧૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોન

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરનાર ૩૭ પાસેથી ૨.૨૨૦ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૦,૯૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ છે.

(4:01 PM IST)