<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ચીનના લસણનાં વિરોધમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના યાર્ડના વેપારીઓ કાલે બંધ પાળશે

સૌરાષ્‍ટ્ર સહિત દેશભરના વેપારીઓ આવતીકાલે લસણના વેપારથી અળગા રહેશે

રાજકોટ તા. ૯ :.. તાજેતરમાં ગોંડલ યાર્ડમાં ચીનના લસણની આવક થયા બાદ સૌરાષ્‍ટ્ર સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે. ચીનના લસણના વિરોધમાં રાજકોટ યાર્ડ કમીશન એજન્‍ટ એસો. આવતીકાલે રાજકોટ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખશે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં આવતીકાલે લસણના વેપારીઓ કામકાજથી અળગા રહેશે.

રાજકોટ યાર્ડ કમિશન એજન્‍ટ એસો.ના પ્રમુખ અતુલભાઇ કમાણીએ યાર્ડના ચેરમનને લેખીત રજૂઆત કરી જણાવેલ છે કે દેશમાં લસણનું ઉત્‍પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. અને આપણું લસણ દેશ-વિદેશ પ્રખ્‍યાત છે. તેની સામે ચિનથી આવતુ લસણ ગુણવતા તેમજ ખાવા લાયક  ન હોય છતાં આપણા દેશમાં બીજા દેશમાં વાયા થઇને વેચાણ માટે આવે છે તેના વિરોધમાં આખા દેશના વેપારીઓ  દ્વારા આવતીકાલે તા. ૧૦-૯-ર૪ ના દિવસે આખા દેશમાં લસણના વેપારથી અળગા રહેવાનું નકકી કરેલ છે તેના સમર્થનમાં રાજકોટ મા. યાર્ડના લસણના વેપારીઓ પણ આવતીકાલે બંધ પાળશે તો આજે મા. યાર્ડમાં કોઇ ખેડૂત લસણ ભરીને ન આવે અને તમામ ખેડૂતો સહકાર આપે એવી વિનંતી કરવામાં આવે છે.

(4:01 PM IST)