<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

કોન્‍ટ્રાકટ પ્રથા નાબુદ કરો, ૬ હજાર સફાઇ કામદારોની ભરતી કરો

વારસદારોને જ નોકરી આપવી એ ઠરાવ રદ્દ કરો, પાર્ટ ટાઇમની જગ્‍યાએ ફૂલટાઇમ પાંચ વર્ષ માટે રૂા. ૨૧,૫૦૦માં ભરતી કરવી ત્‍યારબાદ કાયમી ધોરણે નિમણુંક કરવી : માંગણીઓ સંતોષવામાં નહી આવે તો જનઆંદોલનની ચીમકી

રાજકોટ તા. ૯ : કોન્‍ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા અને ૬ હજાર સફાઇ કામદારોની ભરતી કરવા તેમજ વાસરદારોને જ નોકરી આપવી તેવો તંત્ર દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ્દ કરવા આગેવાનોએ જણાવ્‍યું છે.

ઓસમ યુનાઇટેડ ફ્રન્‍ટ, ફાઇટ ફોર ઇકવોલીટી, બહુજન સમાજ પાર્ટી, બહુજન મુકિત પાર્ટી, રાજકોટ કામદારો યુનિયન, નેશનલ બહુજન એલાયન્‍સ, રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને પૂર્વ ધારાસભ્‍ય સિધ્‍ધાર્થભાઇ પરમારે જણાવ્‍યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્ટટાઇમ કાયમી સફાઇ કામદાોરની ભરતી અને તેને અનુસંધાને વિવિધ મુદ્દાઓને લઇ અમારા દ્વારા તા. ૨૩-૭-૨૦૨૪ / ૩૨૬૧ અને તા. ૩૧-૭-૨૦૨૪, ઇન્‍વર્ડ નં. ૩૫૦૯ તથા ઇન્‍વર્ડ નં. ૩૬૮૦, તા. ૩-૮-૨૦૨૪ અને તા. ૩૧-૮-૨૦૨૪ ઇન્‍વર્ડ નં. ૪૧૪૫ તથા ૨-૯-૨૦૨૪ ઇન્‍વર્ડ નં. અનુસંધાને તંત્રને રજુ કરવામાં આવેલ જે આ મુજબ છે. (૧) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્ટટાઇમ કાયમી સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા દાદા-દાદીનો નિયમ રદ્દ કરવો. (ર) પાર્ટટાઇમ સફાઇ કામદારોની ભરતીની જગ્‍યાએ ફુલટાઇમ પહેલા પાંચ વર્ષ માટે રૂા. ૨૧,૫૦૦માં ભરતી કરવી. ત્‍યારબાદ કાયમી ધોરણે નિમણું કરવી. (૩) કોન્‍ટ્રાકટમાં કામગીરી કરતા કામદારોને લઘુત્તમ વેતન મુજબ રોજ ચુકવવામાં આવતું ન હતું. તેની બાકી નીકળતી ડીફરન્‍સની રકમ કામદારોના બેંક ખાતામાં જમા કરવી. (૪) રાજકોટ મહાનગરપાલિકામાં જ્‍યારથી કોન્‍ટ્રાકટ પ્રથા સીસ્‍ટમ ચાલુ થઇ છે ત્‍યારથી કોન્‍ટ્રાકટમાં કામગીરી કરતા સફાઇ કામદારોના પી.એફ. અને બોનસ જમા નથી થયા તે બધા એક સાથે કામદારોના બેંક ખાતામાં જમા કરવા અને ઇ.એસ.આઇ. કાર્ડ આપવું (પ) કોન્‍ટ્રાકટ પ્રથા નાબૂદ કરી ૬ હજાર કાફમી સફાઇ કામદારોની કાયમી ભરતી કરવી. (૬) નાના મોવા સર્વે નં. ૧૨૩ માં પીપીપી યોજના માટે થયેલ ઝુપડપટ્ટીઓની ખોટી સંખ્‍યા બતાવાનું ખોટું કૌભાંડ અને તે માટે વર્ષો જૂની ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉખાડી ફેકવામાં આવેલ. આ બંનેની તાત્‍કાલિક તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે.

 ઉકત બાબતે માંગણીઓનો ઉકેલ નહી આવે તો સફાઇ કામદારો શહેરમાં સફાઇ નહી કરે અને ઠરાવો રદ્દ નહી થાય તો જનઆંદોલન કરવામાં આવશે.

તસ્‍વીરમાં આગેવાનો સર્વશ્રી સિધ્‍ધાર્થભાઇ પરમાર, વશરામભાઇ સાગઠીયા, દિનેશભાઇ પડાયા, પારસ બેડીયા, માવજીભાઇ રાખશીયા, પ્રકાશ સિંધવ, પ્રકાશ સોલંકી, શૈલેષ પરમાર, રમેશ સાગઠીયા, કમલેશ ખેતલીયા, ચેતનાબેન ચુડાસમા, ગીતાબેન ચૌહાણ, જીતેન્‍દ્ર મહિડા, બિપીનભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

(4:02 PM IST)