<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

આપણને આપણી ભારતીય સંસ્‍કૃતિના વારસાનું ગૌરવ, બાળકોને ગીતા જ્ઞાન આપવુ જરૂરી : પ્રફુલ પાનસરિયા

ગાંધીનગરમાં શિક્ષકોના તાલીમ વર્ગ પ્રારંભ પ્રસંગે શિક્ષણ મંત્રીનું ઉદ્‌બોધન

ગાંધીનગરમાં સૈનિક સ્‍કુલના શિક્ષકોના તાલીમ વર્ગ પ્રારંભ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી શ્રી પ્રફુલ પાનસરિયા અને અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ, તા. ૯ :  બાળકોમા શિક્ષણ થકી જ સારા વિચારો પ્રસ્‍થાપિત અને ત્‍યગાની ભાવના પેદા કરી શકાય છે. તેની સાથે સહકાર ભાવના અને રાષ્‍ટ્રને કંઇક અર્પણ કરવાનો ભાવ પણ બાળકોમાં શિક્ષણ થકી જ આવી શકે છે, તેવું આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર દ્વારા સૈનિક સ્‍કુલ શિક્ષકો માટેના તાલીમ વર્ગનો આરંભ કરાવતાં શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્‍યું હતું.

સૈનિક સ્‍કુલના શિક્ષકોની આઇ.આઇ.ટી.ઇ, સેકટર- ૧૫ ખાતે બાર દિવસ ચાલનાર તાલીમ વર્ગનું દીપ પ્રાગટય કરીને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્‍યું હતું કે, ભારત દેશની સંસ્‍કળતિ જ્ઞાનની પૂજા કરે છે. એટલે જ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે. અબ્‍દુલ કલામ સહિત અનેક જ્ઞાન વ્‍યકતિઓને દેશે અનેક રીતે સન્‍માન આપ્‍યું છે.આજે ભારતીય સંસ્‍કળતિ અને સમાજમાં ગુરૂજનો પ્રત્‍યે આદર અને સન્‍માનનો ભાવ છે.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સંસ્‍કળતિમાં શિક્ષા સારા વિચારો સાથે જીવન જીવવા આપવામાં આવી રહી છે. જેથી જ આપણને આપણી ભારતીય સંસ્‍કળતિના વારસા પર ગૌરવ છે. અમેરિકાનો ઉદ્દભવ થયો ન હતો, તે સમય ભારતીય સંસ્‍કળતિએ ખગૌળશાષા અને ચિકિત્‍સા શાષાએ ગ્રંથોનું નિર્માણ થયું છે. ભારત દેશમાં વર્ષો અગાઉ તક્ષશિલા, નાલંદા જેવી વિધાપીઠોમાં લોકો શિક્ષા મેળવવા આવતાં હતા.

તેમણે જણાવ્‍યું હતું કે, જ્ઞાન એ શ્રેષ્ઠ છે, આપણે આપણું કર્મ કરવાનું છે, ફળની આશા નથી રાખવાની તેવા ગીતાના ઉપદેશનું સાચું જ્ઞાન બાળકોને આપવા અને સમજવાની જરૂર છે. આજની પેઢી માનસિક તણાવમાંથી બહાર લાવવાનો આ સરળ માર્ગ છે.

આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇના ઉપ કુલપતિ શ્રી ર્ડા. કલ્‍પેશ પાઠકે જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રઘાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની ર્દઘદષ્ટિના કારણે આઇ.આઇ.ટી.ઇ., ચિલ્‍ડ્રન, સ્‍પોર્ટ જેવી પાંચ યુનિવર્સીટીનું નિર્માણ ગુજરાતમાં થયું છે.

ચિલ્‍ડ્રન યુનિવર્સીટીના ઉપ કુલપતિ શ્રી ર્ડા. સંજય ગુપ્તાએ  પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. 

કાર્યક્રમના આરંભે આઇ.આઇ.ટી.ઇ.ના તાલીમ વિભાગના નિયામક શ્રી ર્ડા. સોનલ થરેજાએ મહાનુભાવોનુ શાબ્‍દિક સ્‍વાગત કરીને તાલીમની વિસ્‍તળત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આઇ.આઇ.ટી.ઇના ડેપ્‍યુટી ડાયરેકટર શ્રી નંદન પંડયાએ આભારવિધી વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે સૈનિક સ્‍કુલ, બાલાછળના આચાર્ય શ્રી કર્નલ શ્રેયસ મહેતા, આઇ.આઇ.ટી..ઇ. રજિસટ્રાર શ્રી અનિલ વરસદ સહિત સૈનિક સ્‍કુલના શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:11 PM IST)