News of Monday, 9th September 2024
બાપ્સ મંદિરે ગણપતિ મહારાજનું વિશેષ પૂજન ભોગ ધરાવાયો

રાજકોટ : રાજકોટના બાપ્સ સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે પણ ગણપતિ મહારાજનું પૂજન, અર્ચન કરી ભોગ ધરાવવામાં આવ્યો હતો. બ્રહ્મતીર્થ સ્વામી, અન્ય સંતો અને હરિભકતોએ ગણપતિ મહારાજને વધાવ્યા હતા. આ પ્રસંગે તેઓશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષાપત્રીમાં ભાદરવા સુદ ચતુર્થીએ શ્રી ગણપતિદાદાનું વિશેષ પૂજન અર્ચના કરવાની આજ્ઞા કરી છે. સંપ્રદાયના દરેક મંદિરોમાં ગણપતિ મહારાજનું સ્થાપન થતું આવ્યું છે. મંગલ દેવતા ગણપતિ મહારાજ પાસેથી ઘણું શીખવાનું છે. કામ ઉત્કૃષ્ટ શ્રવણ શકિત અને ઝીણી આંખ એ સુક્ષ્મ નિરીક્ષણ શકિત સુચવે છે. રાજકોટ મંદિરે ૧૪ સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવ ચાલશે. તા. ૧૪ ના રોજ મંદિરમાં સાંજે પ થી ૭ જળજીલણી ઉત્સવ યોજાશે તેમ મંદિરની એક યાદીમાં જણાવાયું છે.
(4:11 PM IST)










