News of Monday, 9th September 2024
‘‘ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા'' ગણપતિ મહોત્સવ

રાજકોટ : રાજકોટના વિસ્તારોમાં સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ છ.KPS કલબ કાર્યરત KPS કલબ દ્રારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતિ મહોત્સવનું તા. ૭ થી ૧૬ સપ્ટેમ્બર દરમ્યાન જાજરમાન આયોજન કરાયુ છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં છ.ક કલબ દ્રારા આ વર્ષે ભવ્યાતી ભવ્ય ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા' ગણપતી મહોત્સવના પ્રથમ દિવસે ઉમિયા માતાજી મંદિર ઉંઝાના ઉપપ્રમુખ ઉષાબેન હાંસલીયા, સંગઠન સમીતી રાજકોટના પ્રમુખ કાંતીભાઈ ધેટીયા, વડાલીયા ગુ્રપના જીવનભાઈ વડાલીયા, સાધનાબેન વડાલીયા, મીત વડાલીયા, સંસ્કૃતિ ગુ્રપના ઋષિત ગોવાણી, રોમી કણસાગરા, ચંદુભાઈ ગોવાણી, ઝેન ગાર્ડન ગુ્રપના સમીર હાંસલીયા, અમીત પટેલ, જીત સાપરીયા, પીનલ ખાનપરા, નકુલ ગામી ઉમેશભાઈ હાંસલીયા ડો. કાનાણી સાહેબે ઉપસ્થિત રહી વિઘ્નહર્તાની આરતીનો ૯હાવો લીધો હતો. શનિવારે બાળકો માટે કલર કોમ્પીટીશન યોજાય હતી. જેમાં વિજેતા બાળકોના રવિવારે મહોત્સવમાં સાંસદ સભ્ય પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, ઉદ્યોગપતી શિવલાલભાઈ આદ્રોજા, સમીરભાઈ ગામી, ઓધવજીભાઈ ભોરણીયા, પીજીવીસસીએલ એજયુકેટીવ એન્જી. એમ.આર.માકડીયા સહીતના રાજકીય સામાજીક મહાનુભાવો સહીત ગણપતી મહોત્સવાના મેઈન સ્પોન્સર ધ પાર્ક ગુ્રપના મહેન્દ્રભાઈ રાણીંગા, ભરતભાઈ સેરસીયા, શૈલેષભાઈ સેરસીયા, સંદીપભાઈ અમૃતીયા, જયસુખકુમાર ભલાણી, વૈભવભાઈ પાધડાર, હસમુખભાઈ ફેફર, પરેશભાઈ ભાલોડીયા, કિશોરભાઈ ખાંટ, રાજુભાઈ વાછાણી, પરેશભાઈ બેરા, મહેશભાઈ વેકરીયા સહીતના ઉદ્યોગપતીઓ આગેવાનો એ આરતીનો ૯હાવો લીધો હતો. રવિવારે સાંજે ગુણવંત ચુડાસમા, સંદીપ પ્રજાપતી, ઉર્વશી પંડયા સહીતના લોક સાહીત્યકારોનો હસાયરો તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાયો હતો. આ ભવ્ય લોક ડાયરાના મેઈન સ્પોન્સર તરીકે ભૌતિકભાઈ માકડીયા પરિવાર તથા મનીષભાઈ ભાણવડીયા શિવગુ્રપનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તા. ૧૧ ના રોજ બહેનો માટે રાસ ગરબા સ્પર્ધા, તા. ૧ર ના રાજુભાઈ આહીરનો લોક સાહીત્ય કાર્યક્રમ, તા. ૧૩ ના હકાભા ગઢવી નો હાસ્ય દરબાર, તા. ૧૪ ના આસિફ જેરસયા પંકજ શેઠ દ્રારા પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી, તા. ૧પ ના બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ-રંગોલી સ્પર્ધા, તા.૧૬ ના રોજ અંતિમ દિવસે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિઘ્ય વિનાયકનો વિસર્જન કાર્યક્રમ યોજાશે.સમગ્ર આયોજનને સફળ બનાવવા છ. KPS કલબ ના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઈસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. ક૯પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલ ના માર્ગદર્શન હેઠળ સહીત ૧રપ કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે
(4:22 PM IST)










