News of Monday, 9th September 2024
જીવનનગરમાં ગણપતિ મહોત્સવ : વિઘ્નહર્તાનું ભાવભેર સ્થાપન

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત જીવનનગર ગણપતિ મહોત્સવ સીમતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર ખાતે ‘જીવનનગર કા વિઘ્નહર્તા' ગણેશમહોત્સવનું આયોજન કરાયુ છે. સમિતિના પ્રમુખ જયંત પંડયા અને મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, અંકલેશ ગોહિલ વગેરેના માર્ગદર્શન હેઠળ મહિલા મંડળના બહેનો તેમજ ધર્મપ્રેમી સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.
(4:27 PM IST)










