News of Monday, 9th September 2024
રાજકોટમાં આજી જીઆઇડીસી અમુલ ઇન્ડસ્ટ્રી પાસે વિચિત્ર બનાવમાં ખભે દાતરડુ રાખી પત્ની સાથે પગપાળા જઇ રહેલા વ્યક્તિનું રિક્ષામાં દાતરડું ફસાઈને ખેંચાતા ગળું કપાઈ જતા કમકમાટીભર્યું મોત
બકરાઓનો ચારો કાપવા લાકડામાં દાતરડું બાંધેલું હતું

રાજકોટ: શહેરમાં એક વિચિત્ર બનાવમાં રાહદારી યુવાનનું તેના જ દાતરડાથી ગળું કપાઈ જતાં મોત થયું છે. શહેરના આજી જીઇઆઇડીસી પાસે અમુલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઘટના બનતાં થોરાળા પોલીસની ટીમ દોડી ગઈ હતી. સાડમિયા અટક ધરાવતા દેવીપૂજક વ્યક્તિ લાકડાના લાંબા દંરડુંડામાં છેડે દાતરડું કોયતો બાંધીને તે પોતાના ખભે રાખી ચાલીને પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજુમાંથી રીક્ષા નીકળતા ખભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાતા રીક્ષા ચાલુ હોઇ જોરદાર ખેંચાણ આવતાં ખભે રાખેલું દાતરડું ગળા ફરી વળ્યું હતું અને એ વ્યક્તિનું પત્નીની નજર સામે જ લોહીના ફુવારા ઉડવા સાથે મોત થયું હતું. થોરાળા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લોકો પણ એકઠા થઇ ગયા હતાં.
(6:45 PM IST)










