તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 9th September 2024
રાજપૂત- ક્ષત્રિય સમાજને મોટી ખોટ પડી : પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા ) ની દુઃખદ ચિરવિદાય
અઝાદીકાળથી સ્થપાયેલી રાજકોટની હરભમજીરાજ ગિરાસદાર છાત્રાલયમાં હજારો યુવાનોનું ઘડતર કર્યું :જમીન વિકાસ બેંકમાં વર્ષો સુધી કાર્યરત રહી ખેડૂતહિતને હૈયે વળગાડેલું

રાજકોટ : આજરોજ તારીખ 9 સપ્ટેમ્બરને સોમવાર સાંજે સાડા છ વચ્ચે શ્રી પ્રવિણ સિંહજી સાહેબ સોળીયાનું દુઃખદ અવસાન થયેલ છે.તેમના અગ્નિ સંસ્કાર સોળીયા મુકામે આવતી કાલે સવારે નવ વાગ્યે કરવામાં આવશે
.સોળીયા જતાં પહેલાં સવારે સાત વાગ્યે એમનાં પાર્થિવ દેહને શ્રી હરભમજી રાજ ગરાસીયા છાત્રાલય રાજકોટ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.ત્યાથી એમનાં પાર્થિવ દેહને સોળીયા લઇ જવામાં આવશે.
ક્ષત્રિય સમાજના યુવાનોના ઘડતરમાં જીવનપર્યંત સક્રિય રહેલા હરભમસિંહ ગરાસિયા છાત્રાલય રાજકોટના વડીલ મુરબ્બી શ્રી પ્રવિણસિંહજી સોળિયા જાડેજાએ આઝાદી કાળથી રાજકોટમાં સ્થપાયેલી ગરાસિયા છાત્રાલયના મુસાહેબ ( પ્રિન્સિપાલ તરીકે સેવાઓ આપવાનું શરૂ કર્યું હતું અને આજે સાંજે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી સતત હરભમસિંહજી છાત્રાલયના મોભી તરીકે સક્રિયપણે સેવા આપતા રહ્યા હતા
અત્યંત સાદગીભર્યું અને સિદ્ધાંતવાદી જીવન જીવી તેમણે રાજપૂત ક્ષત્રિય સમાજના અનેક યુવાનોને વિદ્યાર્થીકાળથી ઘડવાનું શરૂ કર્યું હતું આજે સ્વર્ગસ્થ પ્રવિણસિંહજીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા અનેક વિધાર્થીઓ મોટા બિઝનેસમેન બની ચુક્યા છે તો અનેક મોટા ઓફિસરનો હોદ્દો શોભાવી રહ્યા છે સાથોસાથ તેમના હાથ નીચેથી તૈયાર થયેલા અનેક રાજકીય ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યાં છે
પ્રવિણસિંહજીએ લેન્ડ મોર્ગેજ બેન્ક (જમીન વિકાસ બેન્ક) ના ડાયરેકટર તરીકે પણ દીર્ઘકાલીન સેવા પ્રદાન કરી ખેડૂતોના હિત માટે અનન્ય કાર્ય કર્યું છે જે રાજપૂત સમાજ જ નહીં દરેક ખેડૂત પણ યાદ રાખશે
પથ અને પ્રકાશ નામના માસિક થકી પ્રવિણસિંહજી જાડેજાએ રાજપૂત ક્ષત્રિય સમાજને ધબકતો રાખવાનું કાર્ય પણ કર્યું હતું
(9:40 PM IST)










