તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિનો મેગા સરસ્વતી સન્માન સમારોહ હવે ગાંધી જયંતીના દિને યોજાશે
બીએપીએસ મંદીર ખાતે કાર્યક્રમનું આયોજનઃ નરેન્દ્રભાઇ સોલંકી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ દ્વારા દર વર્ષે સમાજના શૈક્ષણીક વિકાસને પ્રોત્સાહન આપનાર ઉદેશથી જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ચોપડા વિતરણ, સ્કુલ બેગ, શિલ્ડ વિતરણ કાર્યક્રમ હેમુ ગઢવી હોલમાં તા.૧૬-૯અ૨૦૨૪ સોમવારના રોજ રાખવામાં આવેલ હતો. પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ખુબ જ મોટા પ્રમાણમાં વધારો થતાં આ કાર્યક્રમ તા.ર-૧૦-ર૦ર૪, બુધવાર (ગાંધી જયંતી)ના દિવસે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીર કાલાવડ રોડના હોલ ખાતે ફેરવવામાં આવેલ છે. જેની સમગ્ર સમાજના વિદ્યાર્થી ભાઇઓ-બહેનો તેમજ તેમના વડીલોએ ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.
સરસ્વતી સન્માન સમારંભ તા.ર-૧૦ના ગાંધી જયંતીના દિવસે કાલાવાડ રોડ, સ્વામીનારાયણ મંદીર બી.એ.પી.એસ. હોલ ખાતે મેગા સરસ્વતી સન્માન સમારોહ યોજાનાર હોય દરેક જ્ઞાતિબંધુઓ તથા લાભાર્થી વિદ્યાર્થીઓને વિનામુલ્યે ચોપડા તથા સ્કુલબેગ અને શિલ્ડ મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ તેમને આપવામાં આવેલ માર્કશીટ મળ્યા બદલની પહોંચ સાથે લાવવી ફરજીયાત છે. બપોરના ર વાગ્યે સભાખંડમાં પોતાની સીટ મેળવી લેવી મોડા આવનાર કે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીને ચોપડા કે સ્કુલબેગ કે શિલ્ડ કાર્યક્રમ પુર્ણ થયા બાદ આપવામાં આવશે નહી. દરેક વિદ્યાર્થી તેમજ જ્ઞાતિબંધુઓએ સમયસર હાજર રહેવા શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા અનુરોધ કરાયો છે. (૪.૨૪)
(4:25 PM IST)










