તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Tuesday, 10th September 2024
પટેલ પેંડાવાલાના કોલ્ડરૂમમાં મીઠા માવા-મીઠાઇમાં ફુગઃ ૨૬૦૦ કિલોનો નાશ
મનપાની ફુડ શાખાનો નાના મવા મેઇન રોડ ઉપર મોટો દરોડો : જીવરાજ પાર્ક-સંતકબીર રોડ વિસ્તારના ૧૭ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચનાઃ શીખંડ,મીઠાઇ, પનીર તથા આઇસ્કીમના ૧૦ નમુના લેવાયા

રાજકોટ,તા. ૧૦: શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી નાના મવા મેઇન રોડ સ્થિત પટેલ પેંડાવાલાને ત્યાંથી ૨૬૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરેલ. ઉપરાંત જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં ૧૭ ખાણી પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચના અપાઇ હતી. ઉપરાંત મીઠાઇ, શીખંડ, પનીર તથા આઇસ્ક્રીમના કુલ ૧૦ નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સત્તાવાર યાદી મુજબ તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફટી ઓફિસર કે.જે. સરવૈયા, કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તુલસી પાર્ક-૨ કોર્નર, નાના મવા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ‘પટેલ પેંડાવાલા' પેઢીની સ્થળ તપાસ કરવામાં આવેલ.ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારની મીઠાઇ તથા ફરસાણનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ.
પેઢીના કોલ્ડ રૂમની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેક્ડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ. પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠો માવાની બેગ પરᅠ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડેલ તેમજ કોલ્ડ રૂમમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત ૨૬૦૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ.
જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ/ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાદ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મોદી સ્કૂલ મેઇન રોડ- જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૪૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
જેમાં પટેલ સોડા & આઇસક્રીમ, શ્રી હરિ નેચરલ કોઠી આઇસક્રીમ, બાલાજી આઇસક્રીમ પાર્લર, વૈભવ કોલ્ડ્રિંક્સ, પટેલ પ્રોવિઝન સ્ટોર, પટેલ ફરસાણ, રાધે પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ડેરી ફાર્મ, શ્રી ગાયત્રી સ્ટોર, ભોલે ખમણ & ખીરું , જય શક્તિમાં દાળ-પકવાન, ખોડિયાર ઘૂઘરા, જય ગાત્રાળ ઈંદોરી પૌવાં , ઓમ બાલાજી દાળપકવાન , ગજાનંદ ચાઇનિઝ & પંજાબી, ગોકુળ ગાંઠિયા તથા શિવ શંકર દાળપકવાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના સૂચના આપવામાં આવેલ.
૧૦ નમુના લેવાયા
ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ. જેમાં
કેસર શિખંડ (લુઝ): પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-૨, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ. સંગમ બરફી (લુઝ): પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-૨, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ. કેસર પેંડા (લુઝ): રિયલ ડેરી ફાર્મ, ડાયમંડ પાર્ટી પ્લોટ રોડ, સત્યમ પાર્ક-૫, કોઠારીયા. થાબડી (લુઝ): શ્રી સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ. અંજીર પાક (લુઝ): ગોવિંદમ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ. બટરસ્કોચ બરફી (લુઝ): નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, કોઠારીયા મેઇન રોડ. પનીર (લુઝ): નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, કોઠારીયા મેઇન રોડ. પનીર (લુઝ): નીલકંઠ ડેરી ફાર્મ, સદગુરુ આશ્રમ રોડ. પનીર (લુઝ): જડેશ્વર ડેરી ફાર્મ, સદગુરુ આશ્રમ રોડ તથા ચોકો આલમંડ આઇસક્રીમ (લુઝ): ડેરી ફ્રેશ આઇસક્રીમ, રેસકોર્સ રિંગ રોડ, ખાતેથી નમુના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
(3:01 PM IST)










