<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મનપા અર્વાચીન રાસોત્‍સવ માટે ૬ મેદાન ભાડે આપશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

નવા ભળેલા વિસ્‍તારોના કોઇ પ્‍લોટનો સમાવેશ ન કરાયોઃ મોરબી રોડના પણ બે મેદાનોની બાદબાકી આવ્‍યા માના નવલા નોરતા...

રાજકોટ, તા.૧૦: ઓકટોમ્‍બરથી નવરાત્રી શરૂ થવાની છે ત્‍યારે પ્રાચીન સાથે અર્વાચીન રાસોત્‍સવની તૈયારી પણ શરૂ થઇ ગઇ છે.  જે અંતર્ગત મનપા હસ્‍તકના પાંચ મેદાન ભાડે આપવાના ટેન્‍ડર બહાર પાડી દેવામાં આવ્‍યા છે.

રેસકોર્સના બે ભાગમાં બે મેદાન દર વર્ષે નવરાત્રી રાસોત્‍સવના આયોજકોને ભાડે આપવામાં આવે છે. આ સિવાય નાના મવા ચોક, અમીન માર્ગ કોર્નર, પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ બાજુમાં અને સાધુ વાસવાણી રોડના પ્‍લોટ દર વર્ષની જેમ ભાડે આપવા ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા છે.

મહાનગરપાલીકા હસ્‍તકના શહેરમાં રેસકોર્સ મેદાન ભાગ-૧ ૧૨૮૦૦ ચો. મી., રેસકોર્સ મેદાન ભાગ-બી,  ૧૨૭૨૩ ચો. મી., નાના મવા સર્કલ (એચ. પી. સી. એલ.) પંપ પાસે ૯૪૩૮ ચો. મી., સાધુ વાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્‍લોટ પ૩૮૮ ચો. મી., પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમની બાજુનો પ્‍લોટ ૩૦૭૩ ચો. મી., અમીન માર્ગ કોર્નર, જેડ બ્‍લ્‍યુની સામેનો પ્‍લોટ, ૪૬૬૯ ચો. મી., કુલ ૬ પ્‍લોટ તા.૩ થી ૧૨ ઓકટોબર સુધી નવરાત્રીના તહેવારમાં રાસોત્‍સવ માટે ભાડે આપવા ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ ેછે.

રેસકોર્સ મેદાન ભાગ એ.-૬, નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ પરના પ્‍લોટની અપસેટ કિંમત પ્રતિ ચો. મી. રૂા. ૬ તથા બાકીના પ્‍લોટની કિંમત રૂા. પ રાખવામાં ં આવી છે.

ભાવ ભરનાર અપસેટ કિંમત ઉપરાંત ૧૦ ટકા સફાઇ વહીવટી ચાર્જ તથા ૧૮ ટકા મુજબ જીએસટીની રકમ અલગથી ભરપાઇ કરવાની રહેશે.

આ કામે ટેન્‍ડર ભાવો મંગાવવામાં આવેલ છે. આ કામના ટેન્‍ડરની છેલ્લી તારીખ ૨૦ સપ્‍ટેમ્‍બર છે. ટેન્‍ડરની નકલ એસ્‍ટેટ વિભાગમાંથી રૂબરૂ અથવા મહાનગર પાલીકાની વેબસાઇટ  www.rmc.gov.in  પરથી મળી શકશે.મહાપાલિકા તંત્રની જવાબદારી માત્ર મેદાન ભાડે આપવા પૂરતી હોય છે. તે સિવાયની તમામ મંજૂરીઓ સહિતની ઔપચારિકતા આયોજકે પૂરી કરવાની હોય છે. કોર્પો.ને આ ભાડાની નોંધપાત્ર આવક થતી હોય છે. તો ૯ દિવસ સુધી  ખેલૈયાઓ અર્વાચીન રાસોત્‍સવમાં ગરબે ઘુમતા હોય છે.

કોર્પોરેશન સિવાય ખાનગી પ્‍લોટમાં પણ જુદા જુદા સ્‍થળે ગરબા આયોજનો થઇ રહ્યા છે. જોકે મ્‍યુનિ. કોર્પોરેશને નવા ભળેલા વિસ્‍તારમાં નવા રીંગ રોડ, ન્‍યારી ડેમ રોડ, માધાપર, ઘંટેશ્વર વિસ્‍તારના કોઇ મેદાન ગરબા માટે ભાડે આપવા હજુ કોઇ નવું આયોજન આ વર્ષે પણ કર્યુ નથી.

(3:02 PM IST)