<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રવિવારે ‘‘વિભૂષા'' હસ્‍તકલા પ્રદર્શન-વેચાણ

શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા બહેનોને સ્‍વનિર્ભર બનાવવા આયોજનઃ નાસ્‍તા, પાપડ, મોતીકામ સહિતની વસ્‍તુઓના ૩૦ થી વધુ સ્‍ટોલ

રાજકોટ તા. ૧૦: અહિંના ભકિતનગર સર્કલ પાસે ગીતા મંદિર સામે આવેલ શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર દ્વારા આગામી તા. ૧પના રવિવારના રોજ ‘‘વિભૂષા'' હસ્‍તકલા પ્રદર્શન તથા વેચાણનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઉલ્લેખનિય છે કે શ્રી પુતળીબા ઉદ્યોગ મંદિર છેલ્લા સાઇઠ વર્ષથી બહેનો સ્‍વનિર્ભર બને, અભ્‍યાસુ બને તથા બહેનો દ્વારા બનેલ હસ્‍ત ઉદ્યોગને પ્રોત્‍સાહિત કરે છે. અને વધુ ને વધુ બહેનો આગળ વધે તે માટે કમ્‍પ્‍યુટર શિક્ષણ સિવણ તાલીમ વર્ગ, પુસ્‍તકાલય, વાંચનાલય, મહિલા પુસ્‍તકાલય, વર્કિંગ વુમન હોસ્‍ટેલ તથા મહેંદી વર્કશોપ, સમર વર્કશોપ, કુકિંગ કોમ્‍પિટિશન જેવી વિવિધ આધુનિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.

મહિલા સશકિતકરણ તથા સ્‍વનિર્ભર બને તે હેતુથી તા. ૧પને રવિવાર ‘‘વિભૂષા'' હસ્‍તકલામાં બહેનો દ્વારા ઘરે બનાવેલ સૂકા નાસ્‍તા, પાપડ, ખાખરા, ખાણીપીણીના સ્‍ટોલ, હેન્‍ડીક્રાફટ, મોતીકામની વસ્‍તુઓ, કાપડની વસ્‍તુઓ, જિયાણા તથા આણાની વસ્‍તુઓ, તોરણ, રંગોલી, ઇમિટેશન, જવેલરી, રજવાડી પર્સ, ડેકોરેટિવ ગ્‍લાસ કેન્‍ડલ્‍સ, હેન્‍ડ મેડ ઓર્નામેન્‍ટ્‍સ, કવર, વિવિધ જાતની ચોકલેટસ, દીવડાઓ કુર્તી, ડ્રેસ મટીરીયલ, હર્ષલ પ્રોડકટ્‍સ, સિલેકટેડ પુસ્‍તકો વગેરે જેવી અનેક વસ્‍તુઓનું પ્રદર્શન અને વેચાણ રાખેલ છે.

રજીસ્‍ટ્રેશન માટે કાર્યાલયનો સંપર્ક સવારે ૧૧ થી પ દરમ્‍યાન કરવો. તથા હિનાબેન રાવલ-૮૪૬૦ર ૧૦પ૩૧, રમાબેન પંચાસરાઅ૯ર૭૪૪ ૯ર૧૪૭ પર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં ભારતીબેન થવાણી ૯૭ર૪૯ ૧૭૪પપ, હિનાબેન રાવલ-૮૪૬૦ર ૧૦પ૩૧, રમાબેન પંચાસરા-૯ર૭૪૪ ૯ર૧૪૭,રેખાબેન રાઠોડ-૯૪ર૬૯ ૯૬રર૭ નજરે પડે છે.

(3:02 PM IST)