<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

કાલે વિહિપના રાષ્‍ટ્રીય મહામંત્રી મિલિન્‍દ પરાંડે રાજકોટમાં

રાજકોટ,તા. ૧૦: વિશ્વ હિન્‍દુ પરિષદના રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી મિલિન્‍દ પરાંડે કાલે બુધવારે રાજકોટ આવી રહ્યા છે. વિશ્વ હિન્‍દુ પરિષદના ૬૦ વર્ષ પૂર્ણ થયેના ઉત્‍સવો ષષ્‍ટીપૂર્તિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યા છે. વિ.હિ.પ.ના થયેલ કાર્યો અને આગામી કાર્યો સંદર્ભેની વિસ્‍તૃત માહિતી માટે પ્રેસ કોન્‍ફોરન્‍સનું આયોજન કરવામાં આવેલ છે. અખિલ ભારતીય સંગઠન મહામંત્રી શ્રી મિલીન્‍દજી પરાંડે પત્રકારોને સંબોધશે.

(4:26 PM IST)