તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સામાકાંઠે વોર્કિંગની સમસ્યા થશે ભૂતકાળ : ટ્રેક બનશે કાલે સ્ટેન્ડીંગ કમિટી બેઠક : ૪૬ દરખાસ્ત
પેડક રોડ પર ઓડીટોરીયમની બાજુમાં કમ્પાઉન્ડ હોલ સાથે ૧.૭૮ કરોડના ખર્ચે તૈયાર થશે : ગોગ્રીન યોજના, હોર્ડિંગ બોર્ડ પર જાહેરાતના હકક આપવા, પ્રધ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં ટુ વે ગેઇટ બનાવવા સહિતની સુવિધા ઉભી કરાશે

રાજકોટ, તા. ૧૦ : શહેરના યુ.કે. ગણાતા સામાકાંઠના વિસ્તારવાસીઓ માટે મનપા દ્વારા વિવિધ સુવિધા આપવા કોઇ કસર ઘોડી રહ્યા નથી ત્યારે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં પેડક રોડ પર અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ પાસે વોર્કિંગ ટ્રેક, સ્ટ્રીટ પ્લાઇટ ચાલુ-બંધ તથા નવા એલ.ઇ.ડી. ફીટીંગ લગાવવા ત્રિ-વાર્ષિક કોન્ટ્રાકટર આપવા, હોર્ડિંગ બોર્ડ પટ જાહેરાત હકક આપવા ગો-ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરવા સહિતની ૪૬ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ કાલે તા. ૧૧ ના બપોરે ૧ર કલાકે મનપાની ઢેબર રોડ પરની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમિટી કોન્ફરન્સ રૂમમાં સ્ટેનડીંગ કમિટી ચેરમેન જયમીન ાઠકરની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં વિવિધ આ મુજબની વિવિધ દરખાસ્તોનો નિર્ણય થશે જેની વિગતો આ મુજબ છે.
સામાકાંઠે ૧.૭૮ કરોડના
ખર્ચે વિકાસ કામો
શહેરની વોર્ડ નં. પ માં પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાસેના અનામત પ્લોટમાં ૩૬૦ ર.મી. વોકિંગ ટ્રેક ર૩પ.ર મી . કમ્પાઉન્ડ વોલ ૧૭પ ચો.મી. સ્લેબ કલ્વર્ટ તથા ૧૮પ ર.મી. રીટેઇનીંગ વોલ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કામે રૂા. ૧,૭૮,૩૬,૦૦૦ આ માટે ટેન્કર પ્રક્રિયા કરવામાં આવતા બે એજન્સીઓ સર દાખવ્યો હતો.
પ્રથમ એજન્સી ર૮.૮૯ ટકા વધુ ભાવ આપ્યા છે.
ગો-ગ્રીન યોજના
મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની માફક શહેરમાં બોહળો પ્રમાણમાં વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનો ઉછેર થાય તેવા હેતુથી ખાડા ખોદાણ, જરૂરી માટી, ખાતર, ફર્ટિલાઇઝર, વૃક્ષના રોપાઓ, સમયાંતરે જરૂરી ગેઇપ ફિલીંગના રોપાઓ, રક્ષણ માટેના ટ્રી-ગાર્ડસ તથા વૃક્ષોનુ વાવેતર કરી ત્રણ વર્ષ સુધી પિયત આપી વૃક્ષ ઉછેરી આપવા સાથેની સંપૂર્ણ કામગીરી એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે તે માટે આવા કામોના જાણકાર તથા અનુભવી સંસ્થા/ એન.જી.ઓ. પાસેથી ઇન્ટેન્ડર પદ્ધતિ થી ભાવો મંગાવવામાં આવેલ. જેમાં કુલ બે સંસ્થાઓ દ્વારા ટેન્ડર રજૂ થયેલ. જેમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદ્ભાવના વૃધ્ધાશ્રમના વૃક્ષ વાવેતર કરી ત્રણ વર્ષ સુધી નિભાવણી કરવાના પ્રતિ વૃક્ષના રૂ. ૩ર‑‑ સૌથી ઓછા ભાવ આવેલ.
આ ઉપરાંત શહેરના તમામ વોર્ડમાં આવેલી તમામ પ્રકારની સ્ટ્રીટ લાઇટ ચાલુ-બંધ કરવાના મેઇન્ટેનન્સ તથા નવા એલ.ઇસડી. સ્ટ્રીટ લાઇટ ફીટીંગ તથા ફેર બદલી કરવા ઝોનવાઇઝ ૬ એજન્સીઓને કામ ફાળવવા તથા શહેરના કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક, ગોંડલ-મવડી રોડ સહિતના વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ હોર્ડીંગ બોર્ડ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાનાં હકક આપવા, વિવિધ વિસ્તારોમાં વિકાસ ડ્રેનેજ લાઇન, પેવિંગબ્લોક કામો હાથ ધરાશે
(4:23 PM IST)










