<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

ચપ્‍પલ વેંચવા, અમરનાથ યાત્રા પેકેજ, ક્રેડીટ કાર્ડ, ટિફીન સેવાના નામે ફ્રોડઃ ૧૦ લોકોને ૨.૮૭ લાખ પરત અપાવાયા

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોધરીની રાહબરીમાં પીઆઇ આર. જી. બારોટ અને ટીમની કામગીરી એક વ્‍યક્‍તિને બેંકની લિંક મળી, તે ઓપન કરતાં જ ધડાધડ ઓટીપી આવ્‍યા, તેણે ઓટીપી શેર ન કર્યા છતાં ૮૧ હજાર ઉપડી ગયા'તા!

રાજકોટઃ ઓનલાઇન સાયબર ફ્રોડનો લોકો રોજ ભોગ બને છે. દરમિયાન એ-ડિવીઝન પોલીસે અલગ અલગ રીતે છેતરાયેલા ૧૦ લોકોને કુલ રૂા. ૨,૮૭,૬૮૫ પરત અપાવ્‍યા છે. ખુશાલીબેન ચંદ્રેશભાઇ ગોંડલીયા સાથે ક્રેડીટ કાર્ડ ડિપાર્ટમેન્‍ટના નામે કોલ કરી એપ ડાઉનલોડ કરાવી ૨૯૭૪૦ની ઠગાઇ થઇ હતી આ રકમ તેને પરત અપાવાઇ છે. આનંદ ભરતભાઇ પુજારાને વ્‍હોટ્‍સએપમાં ચપ્‍પલના ફોટા મોકલતાં તેણે કુલ ૩૫૦ જોડી ખરીદવા પેમેન્‍ટ મોકલ્‍યુ હતું પણ ચપ્‍પલ ન મોકલી ઠગાઇ કરાઇ હતી. તેને ૪૩ હજાર પરત અપાવાયા છે. મીત કોટેચાએ ઇન્‍સ્‍ટાગ્રામમાં જાહેરાત વાંચી અમરનાથ યાત્રાનું પેકેજ બૂક કરાવતાં ૫૨૦૦૦ની ઠગાઇ થઇ હતી તે તેને પરત અપાવાયા છે. મોનીક બીપીનભાઇ લોઢીયાને ઇન્‍સ્‍ટાગ્રામમાં ફેક આઇડીથી મેસેજ કરી ક્રિપ્‍ટોમાં રોકાણના નામે છેતરાયેલ તેને ૩૨૧૦૦, ઇશ્વાબેન અતુલભાઇ મકવાણાને મિત્રએ જ છેતરી લીધા હતાં તેને ૨૫૦૦૦, હેમાંગ લલીતભાઇ શાહને એક્‍સીસ બેંકના નામે લિંક મોકલાતાં તેણે લિંક ખોલતાં જ ઓટીપી આવવા માંડયા હતાં. તેમણે કોઇને ઓટીપી આપ્‍યા નહોતાં છતાં તેમના ખાતામાંથી રકમ કપાઇ ગઇ હતી. તેને ૮૧૧૪૫ પાછા અપાવાયા છે.

આ ઉપરાંત રીનાબેન સમીરભાઇ સ્‍વદાસને પંજાબ નેશનલ બેંકના મેનેજરના નામે કોલ કરી યોનો એપના યુઝર આઇડી પાસવર્ડ મેળવી છેતરી લેવાયેલ, તેને ૧૪ હજાર પરત અપાવાયા છે. આ ઉપરાંત દિવ્‍યેશ કમલેશભાઇ બુંદેલાને લોટરીના નામે છેતરી લેવાયા હતાં તેને ૧૨૮૬૮ પરત અપાવાયા છે. અશ્વિનભાઇ ગુમાનસિંહ ઝરીયાને ઓએલએકસ એપમાં ફ્રીઝ-એરકન્‍ડીશનર સસ્‍તામાં આપવાના નામે છેતરી લેવાતા તેને ૯૫૦૦ અને માનસી જયેન્‍દ્રભાઇ જોષીને ઇન્‍સ્‍ટાગ્રામમાં ટિફીન સેવા ચાલુ કરાવેલ, જેમાં ૧૨૦૦નું ફ્રોડ થયું હતું તે રકમ પરત અપાવાઇ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ આર. જી. બારોટ, હેડકન્‍સ. જયેન્‍દ્રસિંહ મદારસિંહ, કોન્‍સ. અમીતભાઇ, મનિષભાઇ સહિતની ટીમે આ કમાગીરી કરી હતી.

(4:00 PM IST)