<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મહાનગરપાલીકા દ્વારા ઘરે-ઘરે જઇ લોકોની આર્થિક સહિતની બાબતમાં સર્વે માટે એજન્‍સીને કામ આપવા ભાવ મંગાવવામાં આવેલ. ગયા વર્ષે એજન્‍સીએ ઘરદિઠ રૂ.૨૨૫ ભાવ ભરેલ તે નામંજુર થતા નવેસરથી ભાવ મંગાવેલ. જેમાં આ વર્ષે એ જ એજન્‍સીએ રૂ.૧૪૫ ભાવ ભરેલ છે. કાલે સ્‍ટેન્‍ડિંગ કમીટીની બેઠકમાં આ દરખાસ્‍ત અંગે નિર્ણય થશે. ગત દરખાસ્‍ત વખતે અને આ વખતે ચેરમેન તરીકે જયમીન ઠાકર જ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૩૫ સ્‍લમ નોટીફાઈ થયેલ છે. જેમાં આશરે ૭૧,૦૦૦ કુટુંબો વસવાટ કરે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત સરકારની સુધારેલ ગળહ નિર્માણ નીતિ શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના ઠરાવ  અન્‍વયે અનટેનેબલ સ્‍લમ કેટેગરી અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોમાં સ્‍લમ વિસ્‍તારમાં વસતા લોકોને લાભાર્થી તરીકે ફાઈનલ કરવાના થાય છે. આ માટે સ્‍લમ વિસ્‍તારોમાં વસતા કુટુંબોની સંખ્‍યામાં મોટાપાયે વટઘટ થતી હોય, યોજનાના અમલીકરણ સમયે ફરીથી સર્વે કરવા માટે નવી એજન્‍સીની નિમણુક કરવાની થાય છે. આ સર્વે એજન્‍સી પાસે સ્‍લમ વિસ્‍તારમાં વસતા કુટુંબોનો સોશ્‍યો ઇકોનોમિક સર્વે જયારે જયારે યોજનાનો અમલ કરવાનો થાય ત્‍યારે આ કામ કરાવવાનું રહે. જેમાં કુટુંબની સંપુર્ણ વિગત, ટોટલ સ્‍ટેશન, DGPS સર્વે, તેના ફોટોગ્રાફ્‌સ, આધારકાર્ડની વિગત, સ્‍લમ વિસ્‍તારનો નકશો બનાવવો વિગેરે માહિતીનું સંકલન કરી, હાર્ડકોપી તેમજ સોફ્‌ટકોપીમા તેનું સબમીશન કરવાનું રહેશે.

વિશ્વકર્મા કન્‍સલટન્‍સી સર્વીસ પ્રા.લિ વડોદરા વાટાઘાટના અંતે આ કામ ૩ વર્ષ માટે કુટુંબદિઠ રૂ.૧૪૫ લેખે કરી દેવા માટે તૈયાર થઇ છે. કમિશનરે આ અંગે કાલથી સ્‍ટેન્‍ડિંગ કમીટીમાં દરખાસ્‍ત કરી છે.

(4:04 PM IST)