તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
સર્વેશ્વર ચોક ખાતે આયોજીત ગણપતિ મહોત્સવમાં આરતીનો લાભ લેતા મહાનુભાવો

રાજકોટઃ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ડો. યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોક ગણેશ મહોત્સવમાં રાજકોટ મીરરનાં તંત્રી પ્રતિપાલસિંહ જાડેજા તથા મુદ્રક પ્રકાશન અને માલિક યશપાલસિંહ જાડેજા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ પુજા પ્રિન્ટર્સના માલીકો અજીતસિંહ ચૌહાણ, કુમાર અજીતસિંહ ચૌહાણ સહ પરિવાર, ટ્રાન્સગ્લોબલ ઇન્સ્ટીટયુટના માલીક વિજયભાઇ મહેતા સહ પરિવાર તેમજ જાણીતા સર્જન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સફાઇનું મહત્વ વધુ આપવામાં આવે છે. સરકારશ્રીના નિતિનિયમો મુજબ સી.સી.ટી.વી. તથા ફાયરના સાધનો પણ રાખવામાં આવેલ છે. ૮૦ થી વધુ કાર્યકરોની ટીમ કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે.
(4:05 PM IST)










