<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મેયરના કાર્યકાળનું પ્રથમ વર્ષ : નયનાબેને લોકોના પ્રશ્‍નો હકારાત્‍મક નિકાલ કરવા તથા ‘અટલ સરોવર' સહિતના અનેક પ્રોજેક્‍ટોની ભેટ

અનેકવિધ લોકોપયોગી વિકાસ કામોની શહેરીજનોને વણઝાર મળી : આગામી તા.૧૮ અને તા.૧૯ના રોજ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વર્કશોપમાં મહાનગરપાલિકાનો ‘ક્‍લાઇમેટ સેસિલીયન્‍ટ સીટી એકશન પ્‍લાન'નું લોન્‍ચિંગ કરાશે : વોર્ડનં. ૧ થી ૧૮માં ‘લોક દરબારનું' આયોજન કરી, શહેરીજનોની રજુઆતો, પાયાના પ્રશ્‍નો દુર કર્યા : સાંઢીયાપુલ નવીનીકરણ, મહિલા હોકર્સઝોન સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરાઇ

રાજકોટ,તા.૧૦ : વર્ષ ૨૦૨૧માં  મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી યોજાયેલ.  મહાનગરપાલિકાની ૦૫  વર્ષની મુદત પૈકી પ્રથમ ૨.૫ વર્ષની મુદત ગત ૧૨મી સપ્‍ટેમ્‍બર,૨૦૨૩ના રોજ પૂર્ણ થતા, બાકી રહેતી ૨.૫(અઢી) વર્ષની મુદત માટે રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જેમાં  મહાનગરપાલિકાના ૨૨માં મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર તરીકે નરેન્‍દ્રસિંહ જાડેજા,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન તરીકે જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા તરીકે લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક તરીકે શ્રી મનિષભાઈ રાડીયાની વરણી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની બીજી ૨.૫ વર્ષની મુદત માટે નવા હોદેદારો વરણી થયાના ૧ વર્ષમાં શહેરમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા હરવા-ફરવાના સ્‍થળ અને પર્યટન સ્‍થળ વિકસાવવા સહિતના અનેકવિધ લોકભોગ્‍ય કામો હાથ ધરી, શહેરીજનોને ભેટ આપવામાં આવેલ છે. રાજ્‍ય સરકારની અધિસુચના અન્‍વયેના તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણીબધ્‍ધ અનેકવિધ કાર્યક્રમો થકી, શહેરીજનોની શારીરિક અને માનસિક શક્‍તિમાં વધારો કરવામાં આવ્‍યો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસની સાથો સાથ મુખ્‍યત્‍વે પીવાના પાણીની સુવિધા, સ્‍વચ્‍છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબિલિટી(શહેરી પરિવહન) જેવી સુવિધાઓ અને સેવાઓના માળખાને વધુ ને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવેલ છે.

આજે રાજકોટ મહાનગરપાલિકાનું ક્ષેત્રફળ આશરે ૧૬૧.૮૬ ચોરસ કિલોમીટર છે. વર્ષ ૨૦૧૧માં શહેરની વસતી ૧૩,૪૬,૧૯૨ હતી. આજે આ વસતી આશરે ૧૮ લાખથી વધુ થવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં બજેટનું કદ રૂપિયા ૨૮૧૭.૮૧ કરોડ થયું છે. આજે રાજકોટ મહાનગરનું રોડ નેટવર્ક ૨૨૮૧ કિલોમીટર જેટલું છે. શહેરમાં ૯૬(૩ અંગ્રેજી માધ્‍યમની પ્રાથમિક શાળા) -પ્રાથમિક શાળાઓ છે, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તક ૬ હાઇસ્‍કૂલ છે, ૧૬૮ બગીચાઓ છે,  ૯ સ્‍પોર્ટસ ગ્રાઉન્‍ડ છે,  ૬ જીમ્‍નેશિયમ છે, ૧૧(૧ મલ્‍ટી લેવલ ફ્‌લાયઓવર બ્રિજ) ફ્‌લાયઓવર બ્રિજ અને ૪ અન્‍ડર બ્રિજ, ૮ ફાયર સ્‍ટેશન, ૪ પર્યટન સ્‍થળ, ૨૪ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, ૧૮ કોમ્‍યુનિટી  હોલના ૨૬ યુનિટ, ૩ ઓડિટોરિયમ, ૫ તાાનાગાર, ૭ લાઇબ્રેરી અને ૨ હરતા ફરતા પુસ્‍તકાલય, ૭ ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, ૨૬ ESR અને GSR, ૨૫ પમ્‍પીંગ સ્‍ટેશન, ૭ સુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, ૧ વિજીલન્‍સ ક્‍વોલિટી કન્‍ટ્રોલ લેબ, ૧ ઇન્‍ટિગ્રેટેડ કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટર શહેરના ગતિશીલ વિકાસની સાક્ષી પૂરે છે. શહેરમાં પીવાના પાણીના સ્રોત માટે આજી-૧, ન્‍યારી-૧, ભાદર-૧ ડેમ તેમજ ‘‘સૌની યોજના'' નર્મદા ડેમના જળ ઉપલબ્‍ધ છે. 

પ્રાથમિક સુવિધાના તથા આંતરમાળખાકીય વિકાસ

 શહેરના જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘરનું ઘર મળે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'' અંતર્ગત શહેરના રેલનગર વિસ્‍તારમાં, ઘનશ્‍યામ બંગ્‍લોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે નિર્માણ પામનાર 1.5 BHKના ૧૦૧૦ આવાસોના ફોર્મ બહાર પાડવામાં આવેલ.

 શહેરના સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ એક સુંદર અને શાંત જગ્‍યાએ બેસીને અભ્‍યાસલક્ષી/પરીક્ષાલક્ષી વાંચન કરી શકે તે હેતુસર શહેરના વોર્ડ નં.૪,૧૦,૧૧,૧૩,૧૮માં ‘‘વિદ્યાર્થી વાંચનાલય''ની સુવિધા ઉપલબ્‍ધ કરી

મહાનગરપાલિકા દ્વારા ફક્‍ત મહિલા ફેરીયાઓ માટે ‘‘મહિલા હોકર્સ ઝોન''નું નિર્માણ કરવામાં આવેલ.

૫૦મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત શહેરના જુદા જુદા વોર્ડ વિસ્‍તારમાં રૂ.૫૯.૫૩ કરોડના ખર્ચે જુદા જુદા કુલ-૫૦ વિકાસ કામોના પ્રકલ્‍પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ‘‘સ્‍વચ્‍છ ભારત મિશન'' અંતગર્ત કોઠારીયા વિસ્‍તારમાં નવનિર્મિત ‘‘રિફયુઝ ટ્રાન્‍સફર'' સ્‍ટેશન તથા ૫-ટી.ડી.પી. ક્ષમતાના ‘‘વેસ્‍ટ ટુ કમ્‍પોસ્‍ટ'' પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે.  

 શહેરના જરૂરિયાતમંદ પરિવારોને ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'' અંતર્ગત રૂ.૧૮૯.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ EWS-૧ કેટેગરીના ૧૨૪૮, ચ્‍ષ્‍લ્‍-૨ કેટેગરીના ૧૦૫૬ આવાસ મળી કુલ ૨૩૦૪ આવાસોનું લોકાર્પણ વિધિવત રીતે કુંભ કળશનું પૂજન કરી, ગળહ-વેશ કરાવવામાં આવ્‍યો.   શહેરમાં ટ્રાફિકની સમસ્‍યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગતિમાં છે.

 પર્યટન સ્‍થળ

‘‘અટલ સરોવર'' ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ કરી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે તેમની વર્ચ્‍યુલ ઉપસ્‍થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ છે.

અન્‍ય કાર્યક્રમો

 જાહેર રસ્‍તા પર પડેલ કચરાનો નિકાલ કરવા બાબતે શહેરીજનોમાં જનજાગળતિ આવે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘સ્‍વચ્‍છતા હી સેવા'' પખવાડીયા અંતર્ગત ‘‘પ્‍લોગીંગ રન'' કાર્યક્રમ આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાયેલ.

 શહેરીજનોમાં અંગદાન અંગે જનજાગળતિ આવે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘અંગદાન સંકલ્‍પ'' કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા નાગરિકો દ્વારા અંગદાન કરવા અંગે સંકલ્‍પ લઈ ઉમદા કાર્ય કરવામાં આવેલ.  નાગરિકો પોતાની તંદુરસ્‍તી પ્રત્‍યે સજાગ બને તે હેતુસર ગુજરાત સરકારની અધિસુચના અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧ થી ૧૮માં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ‘‘સૂર્ય નમસ્‍કાર'' સ્‍પર્ધા યોજવામાં આવી.

રામ જન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે તા.૨૨ જાન્‍યુઆરી સોમવારના રોજ શ્રી રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો. આ શુભ અને ઐતિહાસિક ઘડીએ, શહેરીજનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવને ઉલ્લસભેર અને લાઇવ  માણી શહે તે માટે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨ જાન્‍યુઆરી રોજ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું શ્રી રામજન્‍મભૂમિ અયોધ્‍યા ખાતેથી વોર્ડ ન.૧ થી ૧૮માં એલ.ઇ.ડી. સ્‍ક્રીન મારફત લાઇવ પ્રસારણ કરવા માટે એલ.ઇ.ડી. સ્‍ક્રીન, મંડપ, સાઉન્‍ડ, બેઠક વ્‍યવસ્‍થા સહિતની સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના ૨૨માં મેયર તરીકેના નયનાબેન પેઢડીયાના ૧ વર્ષના કાર્યકાળ દરમ્‍યાન રાજ્‍યના   મુખ્‍યમંત્રી   ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વવાળી રાજ્‍ય સરકાર, રાજકોટના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા,  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક  મનિષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્‍યુનિસિપલ કમિશનર, શહેર ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, ભાજપ સંગઠનનાં હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના સર્વે અધિકારીઓ-કર્મચારીઓ, શહેરની ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્‍થાઓ, ‘‘રંગીલા રાજકોટ''ની જનતાનો તથા -પ્રેસ-મિડીયાના પ્રતિનિધિઓ તરફથી રાજકોટ શહેરની વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સતત સાથ અને સહકાર મળેલ છે તેમજ આગામી સમયગાળામાં પણ સાથ અને સહકાર મળશે તેવી આશા અને અપેક્ષા રાખું છું.

(4:19 PM IST)