<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

અકિલા-લોહાણા મહાજન રાસોત્સવઃ ઇનામોનો વરસાદ થશે

જગ આખાથી નોખી એવી રઘુવંશીઓની રમઝટ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા યોજાનાર નવરાત્રી મહોત્સવમાં મેગા-ફાઇનલમાં વિજેતાઓને કુલ ૮૦ ગ્રામ જેટલું ગોલ્ડ (પ લાખ ૮૦ હજાર રૂપિયા આસપાસ), બાઇક, એકટીવા, : ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેણા ઇનામો અપાશેઃ દરરોજના વિજેતાઓને પણ આકર્ષક ઇનામોઃ અનુભવી જાણકાર અને તટસ્થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યરત રહેશે : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફિસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રખ્યાત ઓકેસ્ટ્રાના સંગાથે વિખ્યાત-લોકપ્રિય ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશેઃ આર.જે. (એન્કર) ચાર ચાંદ લગાવી દેશે.: તારીખ ૩ ઓકટોબરથી ૧ર ઓકટોબર, ર૦ર૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે જબરૂ આયોજન : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ સતત દોડી રહ્યા છે

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સમગ્ર ગુજરાત નવરાત્રીના તહેવારની આતુરતાપૂર્વક રાહ જોઇ રહયું છે. ત્યારે  વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન 'રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સતત બીજા વર્ષે 'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'નું ભવ્ય- અદકેરૂ આયોજન તારીખ ૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર, ૨૦૨૪ દરમ્યાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ''અકિલા- લોહાણા મહાજન રાસોત્સવમાં પારિવારીક માહોલમાં પુરતી સલામતી સાથે રઘુવંશી ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી દેશે. સમગ્ર રાસોત્સવને વિશ્ના લાખો લોકો ગત વર્ષની માફક આ વર્ષે પણ 'અકિલા'ના માધ્યમથી લાઇવ નિહાળી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાસોત્સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને અકિલા વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો  સતત સાથ, સહકાર, હુંફ મળી રહેલ છે.

'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'માં ઇનામોનો રીતસર વરસાદ થશે તેમ કહેવું જરાપણ અતિશયોકિત નહીં લાગે. મેગા ફાઇનલમાં વિજેતાઓને ૨૫ ગ્રામ ગોલ્ડ, ૧૦ ગ્રામ ગોલ્ડ તથા ૫ ગ્રામ ગોલ્ડ (અંદાજે ૫ લાખ ૮૦ હજાર રૂપિયાની કિંમતનું કુલ ૮૦ ગ્રામ ગોલ્ડ), બાઇક, એકટીવા, ટી.વી. મોબાઇલ, લેપટોપ, સ્માર્ટવોચ, ફ્રીઝ, વોશીંગમશીન સહિતના લાખેણા ઇનામો આપવામાં આવશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિત દરરોજ વિજેતા થનારને પણ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવશે. વિજેતાઓનું યોગ્ય સિલેકશન કરવા અર્થે અનુભવી જાણકાર અન તટસ્થ નિર્ણાયકોની ટીમ સતત કાર્યરત રહેશે. સીઝન પાસ લેનાર ખેેલેૈયાઓજ મેગા ફાઇનલમાં ઇનામને પાત્ર બનશે.

'જગ આખાથી નોખી એવી રઘુવંશીઓની રમઝટ' સુત્રને સાર્થક કરતા 'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ'માં એક લાખ વોટની ઓરીજનલ- અદ્યતન જેબીએલ સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રખ્યાત ઓર્કેસ્ટ્રાના સંગાથે વિખ્યાત- લોકપ્રિય ગાયક કલાકારો ખેલૈયાઓને જોમ ચઢાવશે. યુવાધનને ઘેલું લગાડનાર આર.જે. શીવરાજસિંહ ચુડાસમા એન્કર તરીકે સોનામાં સુગંધ ભેળવશે. નાના-મોટા સોૈ કોઇ મન મુકીને નવરાત્રીના તહેવારને માણી તેવું જબરૂ આયોજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું છે.

પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવાડ રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા તો મો.નં.૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે. વહેલા તે પહેલાના ધોરણે પાસ બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

હજ્જારો રઘુવંશી ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર 'અકિલા- લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચીશ્રી ધવલભાઇ કારીયા, પ્લાનિંગ એન્ડ ડેવલમેન્ટ કમિટીના ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્ખર, ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટીના ચેરમેન ધવલભાઇ ખખ્ખર, મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી કિશોરભાઇ કોટક, ડો.ભાવેશભાઇ સચદે, ડો.જનકભાઇ ઠક્કર, ડો.ચેતનભાઇ હિન્ડોચા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી મુકેશભાઇ પાબારી, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:11 PM IST)