News of Thursday, 12th September 2024
ગજાનન નગરીમાં ધ વન વર્લ્ડ પલયાટું... ભકિતરસમાં ભાવિકો તરબોળ...
રાજકોટના મરીન લાઇન્સ તરીકે ઓળખાતા વિસ્તારના વન વર્લ્ડ કા રાજાના દર્શન કરી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્ય દર્શિતાબેન, કાલાવાડનાં ધારાસભ્ય મેઘજીભાઇ સહિતના મહાનુભાવો ધન્ય બન્યા રોજ રોજ વિવિધ કાર્યક્રમ, રોજ મહાપ્રસાદ, છપ્પન ભોગઃ રાજભા જાડેજા અને તેની ટીમનું કાબિલે દાદ આયોજન

રાજકોટઃ ૧૫૦ ફીટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલ ધ વન વર્લ્ડ સોસાયટીમાં સાત દિવસીય આયોજીત ગણપતિ મહોત્સવમાં સોસાયટી ના લોકો દ્વારા રોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમકે બાળકો માટે ગેમ્સ સત્ય નારાયણ ની કથા હનુમાન ચાલીસાના પાઠ, શ્રી નાથજીના કીર્તન, બહેનો માટે દાંડીયા રાસ જેવા કાર્યક્રમો તેમજ રોજ રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવા આવેલ રાજયના ના પુર્વ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ૬૯ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ૭૬ કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજનું રાજભા જાડેજા તેમજ કાર્તિકભાઇ પાબારીનુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરેલ આ પ્રસંગે ઘ વન વર્લ્ડ પરિવારના સુરેશભાઇ ગાદેસા (કાકા) નું ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાએ સાલ ઓઢાડીને સન્માનીત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા રાજભા જાડેજા, કાર્તિકભાઇ પાબારી, સુરેશભાઇ ગાદેશા, ભરતભાઇ નંદાણી, મનુભાઇ અભાણી, દર્શનભાઇ મહેતા, કેતનભાઇ નંદાણી, આનંદભાઇ દક્ષિણી, જયેશભાઇ અનડકટ, વિપુલભાઇ દાવડા, સુરેશભાઇ પરમાર, પ્રદીપભાઇ સંઘવી, પ્રશાંતભાઇ તન્ના, ભાવેશભાઇ ઠકકર, સંદીપભાઇ રાઠોડ, રાજૂભાઇ પારેખ, કલ્પેશભાઇ કપુરીયા, અતુલભાઇ સવજાણી, પિયુષભાઇ શિંગાળા, સંકેતભાઇ શાહ, રાજુભાઇ ખિમાણી, મહેશભાઇ લાલાણી, મદનસિંહ સીસોદીયા, મિલનભાઇ બાવીસી વિ.એ જહેમત ઉઠાવી હતી.
(2:45 PM IST)










