News of Thursday, 12th September 2024
રાજકોટ તાલુકામાં ભારે વરસાદથી પાકને ભારે નુકશાન થયું છેઃ રોડ રસ્તા સાફ થઇ ગયા છેઃ કલેકટરને આવેદન

રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય નિશિતભાઇ ખૂંટ અને અન્ય આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી અતિ ભારે વરસાદને કારણે થયેલ પાક નુકશાની તથા રોડ રસ્તા બાબતે રજુઆતો કરી હતી. આવેદનમાં ઉમેર્યું હતું કે, ૧૦-૧ર દિવસ પહેલા પડેલ અતિ ભારે વરસાદને કારણે ખેડુતને થયેલ નુકશાનીનું ઝડપથી અને યોગ્ય સર્વે કરી પેકેજ જાહેર કરવા વિનંતી છે. વરસાદને કારણે રોડ-રસ્તાની હાલત એકદમ દયનીય હોય તો ત્વરીત રોડ-રસ્તા રીપેરીંગ કરવા આપને રજુઆત છે. ઉપરોકત બાબતનું યોગ્ય નિરાકરણ નહિં કરવામાં આવે તો આગામી તાલુકાની સીટ વાઇઝ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.
(2:59 PM IST)










