તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૯ સોમવાર
News of Thursday, 12th September 2024
ગુંદાવાડી પછી બીજા દિવસે રણુજા મંદિર પાછળ અજગરે દેખા દીધી

રાજકોટઃ શહેરના ગુંદાવાડીમાં પરમ દિવસે મોડી રાતે અજગર રહેણાંક વિસ્તારમાં આવી જતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જેને સર્પવિદે મહામહેનતે લોકોની મદદથી પકડીને કોથળે પુર્યો હતો. ત્યાં બીજા દિવસે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળની સોસાયટીમાં મહાકાય અજગર આવી ચડતાં લોકો એકઠા થઇ ગયા હતાં. અજગરને પકડીને કોથળામાં પુરવા માટે ભારે મહેનત કરવામાં આવી હતી.
(3:55 PM IST)










