હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરના ૭ વિસ્તારોમાંથી ૧ લાખનો મંડપ ચાર્જ વસુલાયોઃ રાજમાર્ગો પરથી મંજુરી વિનાના ર૮૩ બોર્ડ-બેનરો ઉતારાયા
મનપાની દબાણ શાખાનો સપાટો રેંકડી-કેબીન, પરચુરણ માલ-સામાન કુલ ૪ર૯ નંગ તથા શાકભાજી-ફળનો પપપ કિલો જથ્થો જપ્ત રસ્તા પરના નડતરરૂપ

રાજકોટ તા. ૧ર :.. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૦૧/ થી ૧૦/ દરમ્યાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.જેમાં કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૪૯ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૩૮૦ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જયારે જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૫૫૫ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.૧,૦૨,૦૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૯૬,૮૧૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો., કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી ૨૮૩ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.










