<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસ જામનગર રોડના બિલ્‍ડીંગમાં શરૂ થશે

પોલીસ કમિશનર સ્‍થિત જુની ડીસીબી ઓફિસમાં પીસીબીની ટીમ બેસશે

રાજકોટ તા. ૧૨: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સતત ત્રણ દિવસ અધિકારીઓ, કર્મચારીઓના ઘાણવા કાઢયા બાદ હવે ઓફિસ બદલવાના આદેશ કર્યા છે. હાલમાં આર્થિક ગુના નિવારણ શાખા (ઇઓડબલ્‍યુ) પોલીસ કમિશનર કચેરી સ્‍થિત જુની ડીસીબી શાખા ખાતે બેસીને કામગીરી કરે છે. આ ટીમ હવે જામનગર રોડ સ્‍થિત નવા ડીસીબી પોલીસ સ્‍ટેશન ખાતે નવી ઓફિસમાં કાર્યરત થશે. આ માટે આદેશ થયો હોઇ ઓફિસના સ્‍ટાફ દ્વારા સ્‍થળ બદલવા માટે કાર્યવાહી શરૂ થઇ છે. બીજી તરફ પોલીસ કમિશનર કચેરી સ્‍થિત જુની ડીસીબી ઓફિસ ખાતે પીસીબીની ટીમ બેસશે અને કામગીરી કરશે તેમ જાણવા મળ્‍યું છે.

(3:42 PM IST)