તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 12th September 2024
વધુ ૧.૬૨ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત ગંદકી સબબ રૂ.૯૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલાયો
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં કાર્યવાહી

રાજકોટ,તા.૧૨ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (ઍમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા વ્યક્તિ પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમા ત્રણેય ઝોનમાંથી કુલ ૩૭ લોકો પાસેથી ૧.૬૨ કી.ગ્રા. -તિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ. ૯૯૫૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૬ લોકો પાસેથી ૦.૦૯ કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૨૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૨ લોકો પાસેથી ૦.૭૮ કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૩૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૯ લોકો પાસેથી ૦.૭૫ કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ. ૩૦૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(3:43 PM IST)










