News of Thursday, 12th September 2024
યુનિટી સિમેન્ટ દ્વારા આરબીએ સાધારણ સભામાં મહાનુભાવોનું સ્વાગત

રાજકોટઃ રેજન્સી લગૂન રિસોર્ટ ખાતે યોજાયેલ ગુજરાત ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં યુનિટી સિમેન્ટ મુખ્ય સહયોગી તરીકે ભાગ લીધો હતો આ તકે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સરકારમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ યુનિટી સિમેન્ટની મુલાકાત લીધી હતી.કંપનીના મેનેજિંગ ડાયરેકટર અને ચેરમેન પુનીતભાઈ ચોવટીયા, ડાયરેકટર પિયુશભાઈ ચોવટીયા, ડાયરેકટર પંકજભાઈ વેગડાએ કંપની વિશે તેમજ સિમેન્ટ માટે જરૂરી માહિતી આપી હતી.
(3:44 PM IST)










