News of Thursday, 12th September 2024
કપાસીયા-પામતેલમાં અવિરત તેજી જન્માષ્ટમી બાદ ૧પ૦ રૂા.નો ઉછાળો
આજે પણ ભાવો વધ્યાઃ બન્ને ખાદ્યતેલોમાં ભાવો વધતા નમકીન-મસાલાના ભાવોમાં ઉછાળો

રાજકોટ તા. ૧૬ :.. કપાસીયા અને પામતેલમાં અવિરત તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે પણ બન્ને ખાદ્યતેલોના ભાવોમાં ઉછાળો થયો હતો. બન્ને ખાદ્યતેલોમાં તેજીના પગલે નમકીન - મસાલના ભાવમાં પણ ઉછાળો થયો છે.
સ્થાનીક બજારમાં આજે કપાસીયા અને પામતેલમાં વધુ ૧૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦પપ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૦૬પ રૂા. તથા કપાસીયા, ટીનના ભાવ ૧૮પપ થી ૧૮૮પ રૂા. હતા તે વધીને ૧૮૬પ થી ૧૮૯પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. પામતેલ લુઝના ભાવ ૧૦૧૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૦ર૦ રૂા. તથા પામતેલ ટીનના ભાવ ૧૬૮૦ થી ૧૬૮પ હતા તે વધીને ૧૬૯૦ થી ૧૬૯પ રૂા. થયા હતાં.
ગઇકાલે કપાસીયા અને પામતેલમાં એક જ ઝાટકે ૬૦ રૂા. વધ્યા બાદ આજે પણ તેજી ચાલુ રહી હતી. જન્માષ્ટમી બાદ કપાસીયા અને પામતેલમાં ૧પ૦ રૂા. નો તોતીંગ ઉછાળો થયો છે. હાજર માલની ખેંચના કારણે પામતેલ અને કપાસનું ઉત્પાદન ઓછૂ થવાની ધારણે કપાસીયા તેલના ભાવો ભડકે બળી રહ્યા છે.બીજી બાજુ પામતેલના ભાવમાં જબ્બર ઉછાળાના પગલે નમકીન - મસાલા સહિતની વસ્તુઓના ભાવમાં પણ ઉછાળો થયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
(3:49 PM IST)










