હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે રાજકોટમાં ‘ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા'
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલીકા અને વેઇટ લિફટીંગ એસોસીએશન ઓફ રાજકોટના ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે આયોજન :૩૦૦ થી વધુ બોડી બિલ્ડરો પોતાનું કૌવત બતાવશે : વિજેતાઓને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામોથી નવાજાશે : ઇન્ટરનેશનલ લેવલના જજ સેવા આપશે : દર્શકો માટે નિઃશુલ્ક એન્ટ્રી

રાજકોટ, તા. ૧ર : મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા.મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ‘વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટ'ના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની ‘ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ' સ્પર્ધાનું આવતીકાલ તા.૧૩ ના શુક્રવારે સાંજે ૦૫ વાગ્યાથી હેમુ ગઢવી નાટયગળહ, ટાગોર રોડ, ખાતે આયોજન કરવામાં આવેલ છે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે આ સ્પર્ધા દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકવામાં આવશે. ે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગઙ્ઘ સ્પર્ધાનો હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હોવાનું જણાવાયું છે.
આ ‘ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ' સ્પર્ધા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા ે ઉપસ્થિત રહેશે.
આ સ્પર્ધામાં ૩૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. ઇન્ટરનેશનલ કવોલીફાઇડ રેફરી પ્રકાશ ગુપ્તા શિવરામ થાપા, આશીષ વર્તક સેવા આપશે.
આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે.
તસ્વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે સુરેન્દ્રસિંહ વાળા, ભીમભાઇ કેશવાલા, ઉર્વેશભાઇ પટેલ અને અસફાક ધુમરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)










