News of Thursday, 12th September 2024
સર્વેશ્વર ચોક ગણેશોત્સવઃ મહા આરતીનો લાભ લઇ ધન્ય બનતા ભાવિકો

રાજકોટઃ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણેશ મહોત્સવમાં ગણેશ પંડાલ જોધપુર મારબલ ગોલ્ડન ઇફેકટ ઉપર આધારીત છે જે જોધપુરના માસ્ટર્સ દ્વારા બનાવવામાં આવેલ છે. ગણપતિ મહોત્સવની થીમ ગોલ્ડન મીરર આધારીત છે જે રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ છે. જે સમગ્ર ડીઝાઇન ખોડલધામ ઇવેન્ટના અશોકભાઇ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. લુણસર આશ્રમના ગુરૂજી દીનેશજી ગુરૂજી રાવલ સહપરિવાર તથા ટ્રેઝરી વિભાગના અધિકારી વિમલદાન ગઢવી, રાજેશભાઇ ઢોલરીયા (રાજુ આતા), કેતનભાઇ સાપરીયા સહ પરિવાર, એચ. બી. એમ. પોલીસ્ટારના દિનેશભાઇ ભુત સહ પરિવાર, મુરલીધર સ્કુલ તથા ઇનોવેટીવ સ્કુલના ઓનર દર્શિતભાઇ જાની તથા વિપુલભાઇ શુકલએ મહાઆરતીનો લાભ લીધો હતો. રામકૃષ્ણ આશ્રમના મુખ્ય સ્વામી તેમના અનુયાયીઓ સાથે તેમજ પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દેવાંગભાઇ માંકડ શહેર ભાજપ વોર્ડ નં. ૭ના પ્રમુખ કિરીટભાઇ ગોહેલ એડવોકેટ મિત્ર મંડળ સાથે પધારેલ હતા. કૌશીકભાઇ ચાવડા, દર્શનભાઇ ભીલ વિ.એ દર્શનનો લાભ લીધો હતો. (૭.૪૦)
(3:58 PM IST)










